GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સાહસનું નવું સરનામું બન્યો છે કચ્છનો આ ખેડૂત, 2 ટન દ્રાક્ષનું વેચાણ કરી સૌને ચોંકાવી દીધા છે

ખેતીમાં સાહસનું બીજું નામ એટલે કચ્છના ખેડૂતો. કચ્છની ધીંગી ધરા પર ખેડૂતો મોટા પાયે સાહસ કરી રહ્યા છે. કચ્છ એટલે રણ વિસ્તાર નહીં. પરંતુ બાગાયતી ખેતીની બીજી ઓળખ પણ કચ્છ છે. કચ્છમાં ૫૫ હજાર હેક્ટરમાં બાગાયતી ખેતી થાય છે. ખારેક, દાડમ, કેસર કેરી બાદ હવે કચ્છમાં દ્રાક્ષની ખેતીએ પણ પગરણ કર્યા છે. ખેતીમાં નવા નવા સાહસો કરી ગુજરાતના ખેડૂતો સફળતાના શિખરો સર કરી રહ્યા છે.

દ્રાક્ષના ઝૂમખા જોયા પછી મોમાં પાણી ના આવે તેવું તો શક્ય જ નથી. આવી મીઠી દ્રાક્ષ જોયા પછી ચોક્કસ ખાવા મન લલચાય. મીઠી મધુરી દ્રાક્ષના વાવેતરમાં ગુજરાતના ખેડૂતો હવે પાછા પડતા નથી. કચ્છના ખેડૂતો હવે બાગાયતી ખેતીમાં અવ્વલ નંબરે આવી રહ્યા છે. અને આવા જ પ્રયોગશીલ ખેડૂત. એટલે નખત્રાણાના રામપર રોહા ગામના ઈશ્વરભાઈ મનજીભાઈ પટેલ. જેઓએ ૫ એકરમાં દ્રાક્ષનું વાવેતર કરી પહેલા ઉત્પાદનમાં જ સફળતા મેળવી છે. ઈશ્વરભાઈ પટેલે આજથી બે વર્ષ પૂર્વે ૫ એકરમાં દ્રાક્ષનું માર્ચ ૨૦૧૭માં વાવેતર કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૭માં તેના પર કલમ બાંધી હતી. જે પછી આ વખતે પહેલી વખત ફ્રૂટિંગ લીધું છે. જેમાં છોડ દીઠ ૧૫ કિલોથી વધુનું ઉત્પાદન રહ્યું છે.

દ્રાક્ષની ખેતી દક્ષિણ ગુજરાતમાં થતી હતી. જે હવે વધીને કચ્છમાં પણ પહોંચી છે. કચ્છનું હવામાન અનુકૂળ ન હોવા છતાં સાહસિક ખેડૂતો માજવતથી દ્રાક્ષની ખેતી કરવામાં સફળ રહ્યા છે. આ ખેડૂતે જમીન તૈયારી વખતે ૯ ફૂટ બાય ૫ ફૂટનું અંતર રાખીને રોપા લગાવ્યા છે. દ્રાક્ષમાં રૂટસ્ટોકનું વાવેતર કરી ઉપર ગ્રાફ્ટિંગ કર્યું છે. દ્રાક્ષનું વાવેતર એક વખત કરી દીધા પછી લાંબો સમય સુધી આવક મળે છે.

દ્રાક્ષની ખેતીમાં કટિંગ અને ખાતર પાણીનું ચોક્કસ મેનેજમેન્ટ મહત્ત્વની બાબત છે. દ્રાક્ષમાં કટિંગ લીધા પછી ૮૦ દિવસે પાણી ભરાય છે. અને ૧૦૦ દિવસે શુગર આવવાનું ચાલુ થાય છે. જે પછી ૧૨૦ દિવસે દ્રાક્ષ પરિપક્વ થાય છે. તેમણે ફ્લાવરિંગ ઓગસ્ટ મહિનામાં લીધું હતું. છોડ દીઠ ૧૬ લિટર પાણી મળે તે રીતે ગોઠવણ કરી છે. આંતરે દિવસે ૨ કલાક ડ્રિપથી પિયત આપે છે. દ્રાક્ષમાં ફ્લાવરિંગ માટે ઓગસ્ટ મહિનામાં કટિંગ લે છે. એટલું જ નહીં દ્રાક્ષ લીધા પછી ખરડ કટિંગ લેવામાં આવે છે. ફ્લાવરિંગ પછી ૪ મહિને દ્રાક્ષ તૈયાર થાય છે. જે દરમિયાન ખાતર અને દવાનું ચોક્કસ મેનેજમેન્ટ કરવું પડે છે.

ઈશ્વરભાઈએ ૫ એકર જમીનમાં દ્રાક્ષ લગાવીને મોટું સાહસ કર્યું છે. વાવેતર વખતે મંડપ બનાવવા, સ્ટ્રક્ચર, ગ્રાફ્ટિંગ સહિત કુલ ૪.૫૦ લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. તેઓએ ડોંગરેજ ઉપર દ્રાક્ષનું ગ્રાફ્ટિંગ કર્યું છે. વેલાવાળો પાક હોય સ્ટ્રક્ટર બાદ વેલાને કેળવણી આપવા પાછળ મોટી મહેનત રહે છે. વેલામાં બે વખત કટિંગ લેવું પડતું હોવાથી મજૂરી ખર્ચ વધે છે. વાવેતર પછીના બીજા વર્ષોમાં દર વર્ષે ૧ એકરમાં મજૂરી ખર્ચ ૧ લાખ રૂપિયા થાય છે. તો ૧ લાખ રૂપિયા જેટલો દવા અને ખાતર પાછળ ખર્ચ આવે છે. દ્રાક્ષની ખેતીમાં અન્ય ખર્ચ ગણતાં સવા બે લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે.

દ્રાક્ષના ઝૂમખા તૈયાર થાય તેમ તેમ કટિંગ કરવામાં આવે છે. દ્રાક્ષનું કટિંગ કરી ગ્રેડિંગ કરીને બજાર માગ મુજબના પેકિંગમાં વેચાણ થાય છે. ચાલુ સિઝનમાં ઈશ્વરભાઈએ છોડ દીઠ ૧૫ કિલો એવરેજ ઉત્પાદન મેળવ્યું છે. એક એકરમાં દ્રાક્ષના ૯૫૦થી ૧૦૦૦ રોપા લાગે છે. દ્રાક્ષનું લોકલ બજારમાં જ વેચાણ થઈ જાય છે. મહારાષ્ટ્રમાં દ્રાક્ષનું આ વર્ષે ઉત્પાદન ઘટતાં તેઓને ઊંચા ભાવનો પણ ફાયદો મળ્યો છે. હાલમાં દરરોજ દોઢથી 2 ટન દ્રાક્ષનું વેચાણ બજારમાં કરે છે. તો હોલસેલમાં ૧ કિલોના ૮૦થી ૧૦૦ રૂપિયા સુધીના ભાવે તમામ દ્રાક્ષનું વેચાણ થયું છે. ખેતીમાં ઈશ્વરભાઈનું સાહસ જોઈને અન્ય ખેડૂતો પણ તેમના ખેતર પર માર્ગદર્શન લઈ ખેતીમાં સાહસ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ઈશ્વરભાઈ તેઓને પણ પૂરતી માહિતી અને બજાર સમજાવી મદદરૃપ પણ થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

મોદી સરકારની આ યોજનામાં હવે ખેડૂતોને પશુઓના મોત પર પણ પૈસા, આ રીતે કરો અપ્લાઈ

Ankita Trada

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મલ્હાર, આ જિલ્લામાં સૌથી વધુ 5.7 ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

જગતના તાતે કોરોનાની આફતને અવસરમાં બદલી ,ખેડૂતે આ ફળનો ઓન લાઈન વ્યવસાય વિકસાવ્યો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!