GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ગોંડલ તાલુકાના ખેડૂતે બુદ્ધિ અને મહેનતથી કરી એવી ખેતી કે તીખા મરચાંમાં મેળવી લીધી મબલખ મીઠી આવક

રોજીંદા જીવનમાં લીલા તેમજ સૂકા મસાલા પાકનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે. સૂકા મસાલા તરીકે મરચાંની પણ રોજિંદા જીવનમાં આગવી જરૂરિયાત છે. ગુજરાતમાં ગોંડલિયું મરચું તેની આગવી છાપ છોડે છે. લાલ તીખાં મરચાંની ખેતી મેનેજમેન્ટ સાથે ખાતર પાણીની યોગ્ય મહેનત પણ માંગે છે. ત્યારે મરચાંની ડ્રિપ ઈરિગેશન સાથે આધુનિક પદ્ધતિના સંશોધિત બિયારણોનો ઉપયોગ કરીને ખેતીમાં સફળ રહ્યા છે ગોંડલ તાલુકાના ત્રાકુડાના હામિદ અયુબભાઈ ગુંગા.

હામિદભાઈએ છેલ્લા પાંચ વર્ષથી મરચાંની ખેતી અપનાવી છે. બજારમાં પણ ગોંડલના મરચાંની વિશેષ માગ રહે છે. રાજકોટના ગોંડલ તાલુકામાં શિયાળો પૂરો થવા આવે તે પહેલાં તો ખેતીલાયક પાણી પૂરું થઈ જતું હોય છે. ઘણી વખત ખેડૂતોનો પાક પાણીના અભાવે સુકાતો હોય છે. હાલમાં મરચાંનું ઉત્પાદન જોતાં ૩૦થી ૩૫ મણ સુધીનું ઉત્પાદન મળવાનો ખેડૂતને અંદાજ છે.

૨૦ વીઘા જમીન ધરાવતા હામિદભાઈએ આ વર્ષે ૭ વીઘામાં ડ્રિપ ઈરિગેશનથી મરચાંની હાઈબ્રીડ વેરાયટીનું વાવેતર કર્યું છે.. તો છ વીઘામાં ટામેટાંનું પણ વાવેતર છે. ૮ મહિનાનો પાક ગણાતા મરચાંનું તેઓએ ડ્રિપ, મલ્ચિંગ સાથે વાવેતર કર્યું છે. મરચાંના રોપા ૬ઠ્ઠા મહિનામાં ઉછેરી ૭ મહિનામાં ફેરરોપણી કરી હતી. મરચાંના બે રોપ વચ્ચે ૧ ફૂટ અને જોડિયા હાર પદ્ધતિમાં સાડા પાંચ ફૂટનું અંતર રાખ્યું છે. ફેરરોપણીમાં ૧ વીઘામાં લગભગ ૬,૦૦૦ જેટલા રોપા આવે છે. મરચાંના વાવેતર માટે તેઓએ કુલ ૪૦ પડીકીનું ધરુ ઉછેર્યું હતું. ૧ વીઘે એનપીકે ૨૫ કિલો. ૫ કિલો ઝીંક પ્લસ, અને ૧૫ કિલો પોટાશ વગેરે ખાતરો પાયામાં આપ્યા છે. ૧ વીઘામાં મલ્ચિંગ પાછળ ૪ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે.

મરચાંની ખેતીમાં મહેનત ખૂબ રહે છે. ચોમાસામાં વાયરસ ના આવે તેનું ધ્યાન આપવું પડે. નહીં તો મરચાંનો પાક ખર્ચા કરાવ્યા પછી હાથમાંથી જતો રહે છે. મરચાંના સારા વિકાસ માટે રોપ ચોપ્યા પછી હ્યુમિક એસિડ મૂળના વિકાસ માટે આપ્યું છે. માઈક્રો ન્યુટ્રિયન્ટ ૧૯-૧૯-૧૯ તથા ૧૨-૬૧-૦ જેવા પ્રવાહી ખાતરો ડ્રિપમાં આપ્યા છે. ફેરરોપણીના ૧ મહિને ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે. મરચાંમાં બે મહિને લીલી વીણી ચાલુ થાય છે. આ પાકમાંથી લીલા મરચાંની બે વીણીમાં કુલ ૬૦૦૦ કિલો લીલા મરચાંનું વેચાણ કર્યું છે. ૧ કિલો મરચાંના ૧૫ રૂપિયા જેટલો એવરેજ ભાવ મળ્યો હતો. તે પછી લાલ મરચાં માટે પાકને છોડી દેવામાં આવે છે. મરચાંમાં દર ત્રણ દિવસે ડ્રિપથી ૪ કલાક પિયત આપ્યું છે. આ સિવાય ફંગિસાઈડ અને પેસ્ટિસાઈડનો પણ છંટકાવ કરવો પડે છે.

આધુનિક ટેકનોલોજી હોય ડ્રિપ મલ્ચિંગના કારણે છોડનો ગ્રોથ પણ સારો મળ્યો છે. મરચાંની ખેતીમાં જેમ જેમ છોડ પર લાલ પરિપક્વ મરચાં તૈયાર થતા જાય તેમ તેમ તેની વીણી કરી લેવામાં આવે છે. તે પછી ખેતરમાં જ તેના પાથરા કરીને ૧૫ દિવસ સુધી સૂર્ય તાપમાં તપાવવામાં આવે છે. મરચાંના પાથરા કર્યા પછી તેને ઉથલાવીને ઉપર નીચે કરવાથી બધા જ મરચાં એક સાથે સુકાઈને તૈયાર થઈ જાય. હાલમાં છોડ પર મરચાંની સ્થિતિ જોતા વીઘે ૩૫થી ૪૦ મણ જેટલા સુકાં મરચાંનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

મરચાંની ખેતીમાં બિયારણ, દવા, ખાતર વગેરેનો ખર્ચ આવે છે. છેલ્લા પાંચ વર્ષના અનુભવે તેમને ૧ વીઘામાં ૧૫થી ૧૭ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. મરચાંની ખેતી ચોથા ભાગે આપેલી હોય ભાગિયાનો ચોથો ભાગ રહે છે. જે ઉત્પાદન થાય તેનો ચોથો ભાગ ભાગિયાનો રહે છે. જેણે દવા છંટકાવ, રોપણી, વીણી સહિતના મજૂરી કાર્ય કરવાનું રહે છે. ૧ વીઘે ઓછામાં ઓછી ૧ લાખ રૂપિયા જેટલી આવક મરચાંના વેચાણથી થઈ શકે છે. તો ૧ મણ મરચાંનો બજાર ભાવ ૨,૫૦૦થી ૩,૦૦૦ રૃપિયા આસપાસ રહે છે.

READ ALSO

Related posts

પ્રથમ ટેસ્ટમાં બેન સ્ટોક્સ પર જેસન હોલ્ડર ભારે પડશે: ફિલ સિમન્સ

Mansi Patel

રિદ્ધિમા કપૂરે માતા નીતૂ કપુરને આ ખાસ અંદાજમાં કરી બર્થ ડે વિશ, કહ્યું આયર્ન લેડી

Arohi

3 મહિનામાં કોરોનાથી 106 ડોક્ટરોનાં મોત, કોરોના બચાવનારને પણ છોડતો નથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!