GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

પપૈયાંની ‘પાણીદાર’ ખેતી કરી આ ખેડૂત કેવી રીતે બની ગયા માલામાલ?

બાગાયતી ખેતીમાં ગુજરાતના ખેડૂતો હવે અવ્વલ આવી રહ્યા છે. બાગાયતી ખેતીમાં પપૈયાં એ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ખેડૂતોને સારું વળતર મળતું હોય તેની ખેતી પણ ખેડૂતો કરે છે. શેરડી જેવા પાક સાથે પાક ફેરબદલીમાં પપૈયાંની ખેતીમાં સારું વળતર રહેતું હોવાથી દક્ષિણ ગુજરાત વિસ્તારમાં તેની ખેતી વધી રહી છે.

બાગાયતી ઉત્પાદન લેતા ખેડૂતો હવે પપૈયાની ખેતી પણ કરવા લાગ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે પાક ફેરબદલીમાં પપૈયા એ સારૂં વળતર અપાવી દે છે. ત્યારે પપૈયાની ખેતીમાં માસ્ટરી મેળવી છે. ભરૂચ જિલ્લાના દોલતપુરના દિલિપસિંહ પ્રભાતસિંહ બોડાધરાએ. ૧૦૦ એકર જમીનમાં છેલ્લા ૯ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરતાં આ ખેડૂતે શેરડીના ઓલ્ટરનેટ પાક તરીકે ૫ એકરમાં પપૈયાંનું વાવેતર કર્યું છે. જેનું ઉત્પાદન આવવાનું પણ ચાલું થઈ ગયું છે.

પપૈયાંની ખેતીમાં વાયરસ ના આવે તેનું ખાસ ધ્યાન આપવામાં આવે તો ચોક્કસથી સારી આવક લઈ શકાય છે. તેમણે પપૈયાંની ખેતીમાં આધુનિક ડ્રિપ ઈરિગેશન સાથે ટિશ્યૂ રોપાઓના વાવેતરથી ઉત્તમ વાડી તૈયાર કરી છે. પપૈયાંનું વાવેતર ૬ ફૂટ બાય ૪ ફૂટ ના અંતરે ડ્રિપ ઈરિગેશન સાથે કર્યું છે. ઉપરથી ખેતીમાં તેઓ આધુનિક સાધન સામગ્રીનો જ ઉપયોગ કરે છે. જેથી ખેતી મજૂરી ખર્ચ ઘટાડી શકાય. પપૈયાંના તાઈવાન વેરાયટીના ટિશ્યૂ રોપાનું તેઓએ મે મહિનામાં વાવેતર કર્યું હતું. ૫ એકરમાં તાઈવાન પપૈયાંની વેરાયટીના ૧ રોપ ૧૩ રૂપિયા ભાવે ખરીદીને કુલ ૮,૦૦૦ રોપા લગાવ્યા છે.

પપૈયામાં જમીન તૈયાર કરતી વખતે એકરે ૧ બેરલ જૈવિક ખાતર ખામણામાં આપ્યું છે. આ સિવાય તેઓ ગાય આધારિત ખેતી કરતા હોય જીવામૃત જાતે જ તૈયાર કરીને ડ્રિપમાં દરેક છોડને દર ૪૫ દિવસે આપે છે. તો સ્પ્રે કરીને પણ છોડને જીવામૃત આપે છે. પાકના પોષણ માટે અને જીવાતો તથા વાયરસ ના આવે તે માટે ગૌમૂત્રનો દોઢ લિટર પ્રતિ પંપ મુજબ સ્પ્રે કરે છે. ગૌમૂત્ર અને સેન્દ્રિય ખાતરને લીધે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. પપૈયાંમાં શરૂઆતમાં પ્લાન્ટેશન સમયે ખપૈડી જીવાત આવે છે. પછી છોડ પરિપક્વ થાય ત્યારે મૂળખાઈ જીવાત આવે તેનું નિયંત્રણ કરવું પડે છે. છોડને ગૌમૂત્રનું ડ્રિન્ચિંગ કરવાથી તેનું નિયંત્રણ થઈ જાય છે.

જૈવિક ખેતીને લીધે ઉત્પાદિત ફળની ક્વોલિટી સુધરે છે. ફળની ટકાઉ શક્તિ વધે છે. છોડમાં વાયરસ ન જોવા મળતાં કે અન્ય રોગ ન આવતાં થડ તંદુરસ્ત રહેતાં ઉત્પાદન પણ વધે છે. રાસાયણિક ખાતરો ઝડપી ઉત્પાદન આપે પરંતુ લાંબા ગાળે એકમ વિસ્તારમાં ઉત્પાદન ઘટે છે. જ્યારે ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન સતત જળવાઈ રહે છે. અને જમીન તાકાતવાળી રહે છે.

દિલિપસિંહના ખેતરમાં દર વર્ષે ૫થી ૧૦ એકરમાં પપૈયાંનું વાવેતર થાય છે. પપૈયાંમાં એક છોડ પર ૫૫થી ૬૦ કિલો એવરેજ ઉત્પાદન મળ્યું છે. ૧ કિલો પપૈયાંનો ૫ રૂપિયાથી લઈને ૧૨ રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે. જેમાં ૧ વર્ષ દરમિયાન ૫થી ૬ વખત ફ્રુટિંગ લઈ શકાય છે. દવા, ખાતર, મજૂરી બધું મળીને પણ પ્લાન્ટ ૧૨૫થી ૧૫૦ રૂપિયા જેટલો ખર્ચ આવતો હોય છે. હાલમાં પપૈયાંનું ઉત્પાદન ચાલુ થયું છે. પપૈયાં પાકા થાય તેમ વીણી કરવામાં આવે છે. વેપારી વાડી પરથી જ ખરીદી જતા હોય. તેઓને બજારમાં જવાની જરૂર પડતી નથી. પરિણામે એકરમાં દર વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયાની આવક રહે છે. જેની સામે જમીન તૈયારીથી લઈને વેચાણ સુધી ૧થી સવા લાખ રૂપિયા જેટલો બધો ખર્ચ થાય છે.

તેઓ ખેતર પર તમામ મેનેજમેન્ટ જાતે જ કરે છે. કામ કરવા માટે વાડી પર ૧૧ માણસો રાખેલા છે. ૧૦૦ એકર જમીનમાં ગાય આધારિત ખેતી કરવા માટે ૧૪ જેટલી ગીર ગાયો પણ રાખી છે. પપૈયાં સિવાય અન્ય જમીનમાં કપાસ, શેરડી, આંબા કલમોનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. ખેતીમાં સતત નવું કરતા રહો તો ચોક્કસ સફળતા મળે એવું દિલિપસિંહનું માનવું છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનની યુવતી સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થતા યુવાન કચ્છથી પાકિસ્તાન જવા નીકળ્યો હોવાનો દાવો

Nilesh Jethva

આફતને અવસરમાં બદલે એનું નામ ગુજરાતી : ઉકાળો પીવાથી કંટાળ્યા હોય તો અજમાવો આ ઇમ્યુનિટી વધારતો કોલ્ડ શેક

Nilesh Jethva

કોરોના સામે યુદ્ધઃ IIT મદ્રાસે બનાવ્યું પોર્ટેબલ હોસ્પિટલ, ચાર કલાકમાં થઈ જાય છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!