GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

સિંગાપોરમાં ભણ્યા હતા, MBA કર્યું હતું છતાં ગામડામાં આવી ખેતી કરવા લાગ્યા અને પછી જે થયું…

સામાન્ય રીતે એવી માન્યતા છે કે જે અભણ હોય અને કંઈ સમજ ના પડે એટલે ખેતી કરે. આવી લોકોમાં ખેડૂત માટેની ખોટી માનસિકતા જોવા મળે છે. ખેતી પણ એક મોટો વ્યવસાય છે પરંતુ તેને ન સમજી શકનારા દરેક અભણ કહેવાય. ખેતી એટલે બી નાખ્યા, બે વખત ખાતર દવા નાખી દીધી એટલે પૂરું એવું નથી. ખેતીમાં પણ મેનેજમેન્ટ જરૃરી છે. ખેતી એટલે પ્લાનિંગ સાથે કરાતું તમામ મેનેજમેન્ટ. આજના યુવા વર્ગ ભણીગણીને ખરેખર ખેતીને બિઝનેસ બનાવી પ્રગતિ કરી રહ્યા છે. આજે આપણે આવા જ એક ખેડૂતપુત્રની વાત કરવાની છે જેણે વિદેશોમાં એમબીએ કર્યા પછી હાલ ખેતીમાં જોડાઈ ગયા છે.

ખેતી એટલો વિશાળ દરિયો છે કે જેનો હજુ સુધી અનુભવીઓ પોતે જ અનુભવ કરી રહ્યા છે. ખેડૂતો પેટે પાટા બાંધીને દિકરાઓને ઊચ્ચ અભ્યાસ કરવા વિદેશમાં પણ મોકલે છે. મેનેજમેન્ટમાં માસ્ટરી મેળવ્યા પછી તેનો વ્યાપારમાં ઉપયોગ કરવાને બદલે ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના યુવાન ખેડૂત યશકુમાર પઢિયારે. સિંગાપુરમાં એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ વિદેશની મસમોટી કંપનીઓમાં ઉચ્ચ પગારે નોકરી કરવાને બદલે યશભાઈ ખેતીમાં જોડાઈ ગયા છે. આ વાતની ગામના લોકોને ખબર પડતાં હાંશીપાત્ર પણ બન્યા હતા. પરંતુ આજે પાંચ વર્ષ પછી આજુબાજુના ખેડૂતો તેમની પદ્ધતિને અનુસરવા લાગ્યા છે.

યશભાઈનો અભ્યાસ પૂર્ણ થયો એ સમયમાં તેમના માતાને કેન્સરની બીમારી આવી. જેની ટ્રીટમેન્ટ માટે દેશમાં તેમજ વિદેશમાં તેમની સારવાર દરમિયાન એટલી ખબર પડી કે આ બધી તકલીફો ખોરાકી ઝેરને લીધે છે. હરિત ક્રાંતિ પછીથી આવા ખોરાકી ઝેરનું ઉત્પાદન વધી રહ્યું છે. જેના પરિણામે ૮ વીઘા જમીનમાં ઝેરમુક્ત ખોરાક મેળવવા ખેતી આરંભી. જેણે ક્યારેય ખેતરમાં પગ નહોતો મુક્યો તેવા એમબીએ ખેડૂતની ખેતીમાં પરીક્ષા હતી. પરંતુ ઝેરમુક્ત ખેતી માટે મન બનાવ્યું હતું. જેથી આજે તેઓ ૧ વીઘે ૧ લાખ રૂપિયાની ઝેરમુક્ત ખેતી પકવી રહ્યા છે. ઉપરથી પરિવાર અને સમાજ માટે ઝેરમુક્ત ખોરાક તૈયાર કરવા જાતે જ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે. યશભાઈ પોતાના ખેતરમાં વાવેતર માટેના શાકભાજીનો અખતરો પહેલા કીચનગાર્ડનમાં કરે છે. જેને તેઓ ખેતી માટેની લેબોરેટરી પણ ગણે છે. કિચન ગાર્ડનમાં જે વસ્તુમાં સફળતા મળે તેને ખેતરમાં પ્રયોગ કરે છે. ખેતરમાં ગલગોટા, કોબીજ, રીંગણ, સહિતના પાકમાં ઉત્પાદન ચાલુ છે. તો અન્ય પાકના વાવેતર માટે પાળા બનાવી જમીન પણ તૈયાર કરી દીધી છે.

ખેતરમાં જમીન તૈયારી વખતે ખેડ કરી લીમડાના પાન પાથરી દઈ રોટાવેટર મારી દે છે. તે પછી ખેતરમાં ચાસ પાડયા પછી છાણિયું ખાતર ભરીને વાવેતર કરે છે. બીજને બીજામૃતનો પટ આપે છે. દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, ચૂનો ત્રણેય મિશ્રણ કરી આખી રાત પલાળી રાખી બીજા દિવસે ખુલ્લામાં રાખ્યા પછી વાવેતર કરવાથી જર્મિનેશનમાં ઝડપ મળે છે. બીજના વાવેતર પછી ૧૫ દિવસે પ્રથમ વખત જીવામૃતનો સ્પ્રે કરવામાં આવે છે. કુકડવા, થ્રિપ્સ, સફેદ માખી માટે ખાટીછાશ, આકળાનું પાણી મહિનામાં એક વખત આપે છે. કોઈપણ વસ્તુના સ્પ્રે પછી કડવા લીમડાના પાનનો ભૂકો છાંટી દેવાથી કોઈ રોગ જીવાત આવતા નથી. જુદા જુદા શાકભાજી સહિત મિશ્ર અને સહજીવી પાકનું વાવેતર કરી સતત ઉત્પાદન લે છે. હાલમાં તેમના ખેતરમાં તમામ પ્રકારના શાકભાજી છે. મિશ્ર પાક પદ્ધતિ હેઠળ ડુંગળી, ટામેટાં, મરચાં, ગાજર વગેરેનું વાવેતર કર્યું છે. તો કોબીજ ફ્લાવરનું ઉત્પાદન ધીમે ધીમે ચાલુ થયું છે.

ખેતીમાં વર્ષ દરમિયાન ૮ વીઘામાં ૧.૫૦ લાખ રૂપિયા ખર્ચ થાય છે. જેમાં મુખ્યત્વે ખેડાણ અને મજૂરી ખર્ચ આવે છે. બિયારણો મોટેભાગે ઘરના જ વાપરે છે. જે માટે અન્ય ખેડૂતો પાસેથી બિયારણ પણ ખરીદી લે છે. ૮ વીઘામાંથી તમામ ખર્ચા બાદ કરતાં ૯ લાખ રૂપિયાથી વધુની આવક લે છે. હાલમાં તેઓએ પાલનપુરમાં ૭ જેટલા ખેડૂતોના સાથ સહકારથી ઝેરમુક્ત ખેતપેદાશોના વેચાણ માટેનું મેનેજમેન્ટ પણ અપનાવ્યું છે. અત્યારે તો શરૂઆત છે છતાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ખરેખર ખેતીને ઉમદા ભાવનાથી સ્વિકારવામાં આવે તો ચોક્કસ સફળતા મેળવી શકાય એ નિશ્ચિત વાત છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર : આવતીકાલથી શરૂ થશે દેશની પહેલી કિસાન રેલ, આ રાજ્યોને મળશે ફાયદો

Mansi Patel

ખેતી નથી કરવી તો આ 7 ધંધામાં ખેડૂતો કરી શકે છે લાખોની કમાણી, સરકારી લાભો વચ્ચે છે ઉત્તમ તક

Dilip Patel

હવે ખેતીનો આવશે જમાનો : કોરોનામાં ઉદ્યોગો બેહાલ, સરકારી વિભાગનો મોટો સરવે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!