GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ફુલોની ફુલગુલાબી ખેતી કરી કચ્છના ખેડૂતે કેવી રીતે મેળવી સફળતાની સોડમ

ફૂલોની સુગંધ સાથે ખેડૂતની મહેનતની સુગંધ ફેલાઈ રહી છે. દેશી ગુલાબના ફૂલો પણ ખેડૂતોને ઉત્તમ આવક અપાવી શકે છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાની નાગલપર ગામના યુવાન ખેડૂત હિતેશભાઈ કુંવરજીભાઈ હિરાણી ૬ એકર જમીન ધરાવે છે. જેમાં અર્ધા એકરમાં દેશી ગુલાબ, એક એકરમાં હજારી ફૂલો સાથે ૧ એકરમાં ચોળી અને ભીંડા જેવા પાકનું વાવેતર કર્યું છે. ફૂલો અને શાકભાજીની ખેતી સાથે ૮૦ જેટલી ગાયોનો ઉછેર કરી ગૌમૂત્રમાંથી મૂલ્યવર્ધન થકી પણ ઉત્તમ આવક લે છે.

હિતેશભાઈના પિતા વર્ષોથી ફૂલો અને શાકભાજીની ખેતી કરતા હતા. જેથી વારસામાં આ ખેતી આવી છે. બંને ભાઈઓ સાથે મળીને ખેતીનું કામકાજ સંભાળે છે. તેમણે દેશી ગુલાબનું વાવેતર ૬ ફૂટ બાય ૮ ફૂટના અંતરે કર્યું છે. 30 રૂપિયાના ભાવે ગુલાબના 800 રોપા લગાવ્યા છે. ગુલાબમાં બે મહિને વ્યાપારી ધોરણે ઉત્પાદન ચાલુ થાય છ. હાલમાં દરરોજ ૮થી ૧૦ હજાર નંગ ફૂલોનું ઉત્પાદન થાય છે.

ફૂલોનું વેચાણ ૨૫ રૂપિયે ૧૦૦ નંગ મુજબ કાયમી ગ્રાહકોને કરવામાં આવે છે. ફૂલોના વેચાણથી ડેયલી ૨,૫૦૦ રૂપિયા આસપાસની આવક ચાલુ રહે છે. દેશી ફૂલોમાં પાયામાં છાણિયું ખાતર ખાસ આપે છે. આ સિવાય ગુલાબમાં ઈયળ આવે ત્યારે દવા છંટકાવ કરવો પડે છે. જીવામૃત તેમજ દેશી સેન્દ્રિય ખાતર, ગૌમૂત્ર, છાણની રબડી વગેરે પિયત સાથે પાયામાં આપે છે.

ચોળીની ખેતીમાં તેઓએ ૨ કિલો બીજ હાથેથી ચોપીને વાવેતર કર્યું હતું. ચોળીમાં બે છોડ વચ્ચે અડધો ફૂટ અને બે હાર વચ્ચે બે ફૂટનું અંતર જાળવીને બે મહિના પહેલા વાવેતર કર્યું હતું. હાલમાં ચોળીમાં ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. ચોળીના પાકમાં લગભગ ત્રણથી ચાર મહિના સુધી ઉત્પાદન ચાલુ રહે છે. ચોળીમાં અત્યારે દરરોજ ૧૫થી ૨૦ ઝબલા ઉત્પાદન ચાલુ છે. ચોળી વીણી કરી ગ્રેડિંગ કરીને ઝબલાં ભરી દેવામાં આવે છે. હાલમાં ચોળીના ૧ કિલોના ૩૦ રૂપિયા આસપાસ ભાવ મળે છે.

શરૂઆતમાં ૧ કિલોના ૬૦ રૂપિયા સુધીનો ભાવ પણ મળ્યો છે. ચોળીનો પાક ત્રણથી ચાર મહિના સુધી ઊભો રહી આવક અપાવે છે. ચોળીમાં રોગ જીવાતનો મુખ્ય પ્રશ્ન રહે છે. ઈયળનો ઉપદ્રવ વધુ રહેતો હોય દવા છંટકાવ વધુ કરવા પડે છે. ચોળીમાં એક એકરે ૩૦,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જેની સામે જો ભાવ સારા રહે તો ૧ લાખ રૃપિયાથી વધુની આવક થઈ જાય. ચોળી સિવાય ભીંડાનું પણ ૧ એકરમાં વાવેતર કરેલું છે. ભીંડામાં બે છોડ વચ્ચે ૯ ઈંચ અને બે હાર વચ્ચે ૧ ફૂટનું અંતર રાખ્યું છે. ૧ ક્યારામાં ૬ લાઈન ભીંડાની કરે છે. ભીંડાનું વાવેતર બે મહિના પહેલા કર્યું હતું. જેમાં અત્યારે ઉત્પાદન ચાલુ છે.

હિતેશભાઈ ખેતી સાથે ગાયોનો પણ ઉછેર કરી રહ્યા છે. તેમની પાસે કુલ ૮૦ જેટલી ગાયો છે. આ ગાયોને રહેવા માટે ૧૦૦ ફૂટ બાય ૧૫૦ ફૂટનો શેડ બનાવ્યો છે. આ શેડ બનાવવા પાછળ ૪ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. ગાયોના ઉછેર થકી દરરોજનું ૧૦૦ લિટરથી વધુનું દૂધ ઉત્પાદન મળે છે. જે લગભગ ૬૦ રૂપિયે લિટરના ભાવે કાયમી ગ્રાહકોને વેચાણ કરે છે. ગાયના ઉછેર પાછળ લગભગ ૧ લાખ રૂપિયા આસપાસ ખર્ચ આવે છે. ગાયોના ઉછેર બાદ ૪૦ ટકા જેટલો ચોખ્ખો નફો મળે છે.

ગાયોના ઉછેર દરમિયાન છાણ. ગૌમૂત્ર વગેરેનો ખેતીમાં ઉપયોગ વધારી જમીનને ફળદ્રુપ રાખે છે. જીવામૃત વગેરે પણ બનાવીને ખેતીમાં આપે છે. આ સિવાય હજારી ફૂલોનું પણ વાવેતર કર્યું છે. જેમાં હાલમાં ઉત્પાદનની શરૂઆત થઈ ચૂકી છે.. જો વરસાદી સિઝન સારી રહે અને કોઈ મુશ્કેલી ના પડે તો ખેતીમાંથી ૬૦ ટકા જેટલો ચોખ્ખો નફો મળે છે. વાડી પર બોર અને કુવામાં પાણી પણ મીઠા મળે છે. શેઢા પાળા ઉપર ફળફળાદી લગાવી જીવંત વાડ તૈયાર કરી છે.. ઘરના જ સભ્યો સમયસરની મહેનત કરશે તો ચોક્કસથી ઉત્તમ આવક લઈ શકાય.

READ ALSO

Related posts

જમાલપુર ઝોનલ કચેરીએ દેખાયો સોશિયલ ડિસ્ટિન્સંગનો ભંગ, રેશનિંગ કાર્ડ મામલે લોકોએ લગાવી લાંબી કતારો

pratik shah

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!