GSTV

જામનગરના ખેડૂતે કાબૂલી ચણાની ખેતીમાં કરી જમાવટ, ખેતીની પદ્ધતિ જોઈ તમે પણ થઈ જશો અચંંબિત

ચણા એ કઠોળ વર્ગનો અગત્યનો પાક છે. બીજી રીતે કહીએ તો  શિયાળુ કઠોળ પાકમાં ટુંકા ગાળે મસમોટી આવક અપાવતો પાક. ચણાનું પિયત તેમજ બિનપિયત બંને રીતે વાવેતર કરી શકાય છે. ચણાના લીલા ઝીંઝરા તરીકે તેમજ સૂકવીને દાણા તૈયાર કરીને વેચાણ કરી શકાય. ત્યારે કાબુલી ચણાનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળાના રમણિકભાઈ બચુભાઈ મારણકા. જેમણે ચાલુ વર્ષે ૮ એકરમાં ચણાનું વાવેતર કર્યું છે.

૧૨ એકર જમીન ધરાવતા રમણિકભાઈએ ચોમાસામાં મગફળીનો પાક લીધા પછી ૮ એકરમાં ૨૨ મણ બિયારણનો ઉપયોગ કરીને ચણાનું વાવેતર કર્યું છે. ચણામાં કોઈ જાતના ખાતર આપ્યા નથી. બે હાર વચ્ચે ૧૫ ઈંચ અંતર જાળવીને ટ્રેક્ટરની મદદથી તેમણે વાવેતર કર્યું હતું. પાકમાં ફ્લાવરિંગ સમયે અને પોપટા બંધાણા ત્યાં સુધીમાં ત્રણ વખત લીલી ઈયળ માટે દવા છંટકાવ કર્યો છે. ચણામાં ચારેક વખત પિયત આપ્યું હતું. તો એક વખત નીંદામણ કર્યું હતું. આ સિવાય કોઈ જાતની માવજત ચણામાં કરવી પડી નથી. ચણામાં ફ્લાવરિંગ બાદ પિયતની ખેંચ ના પડે તેનું ધ્યાન આપવામાં આવે તો દાણામાં પોપટા સારા ભરાય છે.

રમણિકભાઈએ ૧ મણ બિયારણના ૧,૩૫૦ રૂપિયા ભાવે કુલ ૨૨ મણ બિયારણ ખરીદ્યું હતું. જેનો તેઓને ૩૦,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે. તો  ટ્રેક્ટરથી વાવણી કરાવવાના ૬,૦૦૦ રૂપિયા ખર્ચ આવ્યો છે. અત્યાર સુધી ચણામાં ૪,૦૦૦ રૂપિયા દવાનો ખર્ચ થયો છે. આ સિવાય કોઈ ખર્ચ આવ્યો નથી. ચણામાં પાક આવે ત્યારે તેને વાઢીને થ્રેસિંગ કરાવવું પડે છે. જેના લગભગ ૩૦થી ૩૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવશે. ચણામાં પોપટા ભરાવવાની અવસ્થા છે. ત્યારે હાલની સ્થિતિ જોતા ૩5૦થી ૪૦૦ મણ આસપાસ ઉત્પાદન થવાનો અંદાજ છે.

અત્યારે ચણાના ૮૦૦થી ૯૦૦ રૂપિયા ભાવ ચાલુ છે. જે જોતાં અઢીથી ત્રણ લાખ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. તેમના ખેતરમાં પિયત માટે બોર અને કુવા એમ બંનેની સગવડ છે. આ વરસે વરસાદ સારો રહેતાં ૧૫ કલાકમાં પિયત થઈ જાય છે. આ સિવાય અન્ય જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે. તો ગાયોનો ઉછેર કરી દૂધનું રાજકોટમાં છુટક વેચાણ કરે છે. જેની વધારાની આવક પણ મળી રહે છે.

READ ALSO

Related posts

VIDEO/ બબીતાજીનું આવુ રૂપ જોઈને જેઠાલાલ કહેશે કે, બબીતાજી આપ તો પરી લગ રહી હો…પરી

Pravin Makwana

VIDEO/ 2 કરોડની મોંઘીદાટ મર્સિડીઝમાં ખામી આવતા આ ભાઈએ પેટ્રોલ નાખીને સળગાવી દીધી

Pravin Makwana

VIDEO/ ફર્શ પર બેઠા બેઠા આ બાળકીએ કર્યો અદભૂત ડાંસ, 10 લાખથી વધુ લોકોએ જોયો છે આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!