GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ગુજરાતની આ જગ્યાએ ગટરમાંથી ઉગાડવામાં આવશે ઘાસ

કાયમ માટે અછતનો સામનો કરતા કચ્છમાં હંમેશા ઘાસચારા મેળવવો મુશ્કેલ બને છે. ત્યારે નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગામમાં ઇઝરાયલી પદ્ધતિ અનુસરીને પંચાયત દ્વારા ગટરના પાણીથી ઘાસચારો ઉગાડવામાં આવશે. જે એક નહિ પણ ત્રણ વર્ષ સુધી 1 વિઘા દીઠ 15 ટન ઉત્પાદન આપશે.

બારેમાસ સુકો પ્રદેશ રહેતા કચ્છમાં પાણીના અભાવે હંમેશા ઘાસચારાની તંગી રહેતી હોય છે. ત્યારે નખત્રાણા તાલુકાની મોટા અંગીયા ગ્રામ પંચાયતે અનોખી પહેલ કરી ઘાસચારાની તંગી હળવી કરી નાંખી છે. મોટા અંગીયા ગામે ગટરના પાણીમાંથી સારી ગુણવત્તાના ઘાસ ઉગાડવાનું નક્કી કર્યું છે.

આ માટે ગામના સરપંચ ઇકબાલ ઘાંચીએ ઇઝરાયલી પદ્ધતિનો અભ્યાસ કર્યો. જે મુજબ ગટરનું પાણી પાઇપ મારફતે 800 મીટર દૂર પહોંચાડવામાં આવશે. જ્યાં પાણીના ખાડામાં પાણી શુદ્ધ થયા બાદ તેનો ઉપયોગ થઇ શકશે. ગટરના પાણીમાં જરૂરી પોષકતત્વો મળી જતા હોઇ ઉત્પાદન માટે ખાતરની જરૂરિયાત ઉભી થતી નથી.

કચ્છની જમીન ઉપજાઉ ન હોવાથી અહીં ખાસ બુલેટ નેપિયર પ્રજાતિનું ઘાસ ઉગાડવામાં આવશે. આ ઘાસ ખાવાથી પશુને દૂધનું ફેટ વધે છે અને પશુ ખડતલ બને છે. વળી 1 વિઘાએ 15 ટન જેટલું ઉત્પાદન સળંગ 3 વર્ષ સુધી મળતું રહે છે. ગટરના પાણી અને ઇઝરાયલી પધ્ધતિનો ઉપયોગ કર્યા બાદ પાણીની તો બચત થશે જ સાથે ઉત્પાદન પણ વધશે. ત્યારે અન્ય ગ્રામપંચાયતો પણ આ પદ્ધતિ અપનાવે તો ઘાસચારાની કમી કાયમી ધોરણે ટળી શકે છે.

READ ALSO

Related posts

ના Hug કે ના Kiss! માસ્ક-ગ્લવ્સ સાથે હવે આ રીતે થશે ફિલ્મ-સીરિયલ્સની શૂટિંગ

Arohi

ચીન ભારત સામે યુદ્ધ કરવાની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી જ મોદી સરકાર છે એલર્ટ

Dilip Patel

જ્યારે આવા કપડાં પહેરીને ગાડીમાંથી ઉતરી આ હોટ એક્ટ્રેસ, લોકોએ કહ્યું- ‘પેન્ટ પહેરવાનું ભુલી ગઈ કે શું?’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!