GSTV
Home » News » ગુજરાતમાં ઝોન વાઈઝ અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો ?

ગુજરાતમાં ઝોન વાઈઝ અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો ?

દેશ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. દેશમાં જૂન અને જુલાઈમાં વરસાદની ઘટ રહ્યા પછી ઓગસ્ટ મહિનામાં ખૂબ જ સારો વરસાદ રહ્યો છે. દેશ તેમજ રાજ્યના ઘણાં વિસ્તારો પૂરથી પણ પ્રભાવિત થયા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી નદીઓ ગાંડી તૂર બની બે કાંઠે વહેતી થઈ છે.

સાર્વત્રિક વરસાદને પગલે જગતનો તાત હરખાઈ રહ્યો છે. ઊભા મોલને પણ જીવતદાન મળી ચૂક્યું છે. ઊભા પાકને વૃદ્ધિ માટે નવું જોમ મળ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વિસ્તારમાં નદીના પાણી ખેતરોમાં ફરી વળતાં કેળ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના તમામ ડેમમાં વરસાદના નવા નીર આવવા લાગ્યા છે. જેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે બાકી રહી ગયેલા વાવેતરને પણ વેગ મળશે.

હાલમાં મધ્ય પ્રદેશ મહારાષ્ટ્રમાં નર્મદા સ્રાવ વિસ્તાર ધરાવતા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ૬ લાખ ક્યૂસેક પાણી નર્મદામાં છોડાયું છે. જેને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક સ્તર ૧૩૧ મીટરથી પણ વધુ પહોંચતા ૨૬ દરવાજા ખોલી દેવાતાં બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચ પાસે નર્મદાની સપાટી ૨૪ ફૂટ સુધી પહોંચી ગઈ છે. જેથી નદીકિનારાના કાંઠા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરમાં ૯ તારીખની સવારની સ્થિતિએ ૭૧૮૮.૩૬ મિલિયન ક્યૂબિક મીટર પાણીની સ્થિતિ છે. જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૭૬ ટકા છે. રાજ્યમાં ઝોન મુજબ ડેમની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાત વિસ્તારના ૧૫ ડેમમાં ૩૨૧.૭૦૭ મિલિયન ક્યૂબીક મીટર પાણી સંગ્રહાયેલું છે. જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૧૬.૭૦ ટકા છે. તો મધ્ય ગુજરાત વિસ્તારમાં ૧૭ ડેમમાં ૬૦.૩૩ ટકા મુજબ કુલ ૧૪૧૬.૨૭ મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે આ વિસ્તારમાં કુલ ૧૩ જેટલા પાણી સંગ્રહ માટેના ડેમ છે. જેમાં નવા નીર આવતા તેની સંગ્રહ ક્ષમતા ૫૮.૩૦ ટકા સુધી પાણીની આવક છે. દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ૧૩ ડેમમાં કુલ ૫૦૨૭.૮૪ ક્યુબિક મીટર પાણીનો સ્ટોરેજ થયો છે.

રાજ્યમાં પાણીની સૌથી નબળી સ્થિતિ કચ્છ વિસ્તારની છે. કચ્છમાં દર વર્ષે વરસાદી અછતનો સામનો કરવો પડે છે. જેના પરિણામે સૌથી ઓછું પાણી કચ્છ વિસ્તારના જળાશયોમાં છે. કચ્છ વિસ્તારમાં ગત વર્ષે ઓછા વરસાદ બાદ આ વર્ષે પણ કચ્છમાં વરસાદની પરિસ્થિતિ નબળી હોવાને પરિણામે કચ્છ વિસ્તારમાં આવેલા ૨૦ ડેમમાં મળીને પાણીનો કુલ સ્ટોરેજ ૧૮.૪૬ ટકા થયું છે. કચ્છ વિસ્તારમાં કુલ ૬૧.૩૩ મિલિયન ક્યૂબીક મીટર પાણી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના મોટા મળીને ૧૩૯ જેટલા ડેમ- જળાશયોમાં કુલ પાણીનો સ્ટોરેજ ૨૦.૩૮ ટકા જેટલું છે. સૌરાષ્ટ્રમાં ૧૩૯ જળાશયોનું મળીને કુલ ૫૧૭.૨૦ મિલિયન ક્યૂબિક મીટર પાણી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પાણીનો સ્ટોરેજ ૭૬ ટકા છે. સરદાર સરોવરમાં કુલ ૭૧૮૮.૩૬ મિલિયન ક્યુબીક મીટર પાણી છે. નર્મદામાં નવા નીરની આવક સાથે રાજ્યના કુલ ૨૦૫ ડેમમાં કુલ ૫૭.૬૧ ટકા પાણી સંગ્રહાયેલું છે.

કૂવા રિચાર્જમાં કચ્છ કે રાજકોટ હાર્વેસ્ટિંગનો વીડિયો લઈ લેવો રાજ્યમાં હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાત તેમજ કચ્છ વિસ્તારમાં ઓછો વરસાદ હોવા ઉપરાંત પાણીનો જથ્થો પણ ઓછો છે. રાજ્યમાં જુદા જુદા ઝોન મુજબ વરસાદની સ્થિતિ અલગ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીના સંગ્રહ માટે ખેડૂતોએ આગળ આવવું પડશે. ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે પણ ખેડૂતોએ પ્રયાસો ચાલુ કર્યા છે. ખેડૂતો વહી જતા વરસાદી પાણીને વૈજ્ઞાનિક ઢબે બોર, કૂવામાં ઉતારી રિચાર્જ કરશે તો આવનારા સમયમાં ભૂગર્ભજળ સ્રોત પણ સારા જળવાઈ રહેશે તે માનવું રહ્યું.

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

ચિદમ્બરમે CBI સામે આપેલા આ એક નિવેદનથી ફસાઈ શકે છે 8 IAS અધિકારીઓ

Arohi

સરહદે 50 આતંકી ઘૂસવાની ફિરાકમાં, મસૂદનો ભાઇ રઉફ સક્રિય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!