GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કેવી રીતે ભાવનગરના ખેડૂત મિશ્ર પાકમાં ઉત્તમ ઉત્પાદન લે છે ?

રાજ્યમાં ઘણાં એવા વિસ્તારો છે જ્યાં ફક્ત વરસાદ આધારિત ખેતી થાય છે. આવા વિસ્તારમાં ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિને પ્રાધાન્ય આપે છે. ઘણાં વિસ્તારોમાં સારો વરસાદ હોય અને કૂવામાં પાણી હોય. તો શિયાળુ મોલ લઈ શકાય છે. પરંતુ જ્યાં ઓછો વરસાદ છે. તેવા વિસ્તારોમાં પ્રગતિશીલ ખેડૂતો સતત કંઈક નવું કરીને આગળ વધી રહ્યા છે.

ખેતીમાં અનુભવે આગળ વધી શકાય છે. અને આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે. ભાવનગર જિલ્લાના ગલથરના ગોહિલ જયવંતસિંહ વિજુભાએ. છેલ્લા ૨૬ વર્ષથી ખેતી સાથે જોડાયેલા જયવંતસિંહ ૨૫ વીઘા જમીનમાં રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં તેઓને ખર્ચા નીકળતા ન હતા. ઉપરથી વરસાદ ઓછો હોય ત્યારે ચોમાસુ મોલ સિવાય અન્ય કોઈ મોલ લઈ શકાતો નહોતો. છેલ્લા ત્રણેક વર્ષથી ભાવનગર આત્માના સંપર્કમાં આવ્યા. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન બગદાણાના સહયોગથી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોના ખેતરના પ્રેરણા પ્રવાસ કર્યો. તેમની જમીનનો અભ્યાસ કર્યા પછી તેઓએ આ વર્ષે ગાય આધારિત ખેતી સાથે મિશ્ર પાક પદ્ધતિને અમલમાં મુકી છે. પ્રાકૃતિક ખેતી હેઠળ તેઓએ મિશ્ર પાકમાં કપાસ, મગફળી, તલ સાથે સરગવાનું પણ વાવેતર કર્યું છે.

મિશ્ર પાક પદ્ધતિ હેઠળ જયવંતસિંહે ૬ ફૂટના અંતરે કપાસનું વાવેતર કર્યું છે. જેમાં વચ્ચેની હારમાં એક લાઈન મગફળીની કરી છે. કપાસની હારમાં વચ્ચે પાંચ ફૂટના અંતરે મગફળીના બેથી ત્રણ દાણા ચોપ્યા છે. જેથી ગાયો માટે ઘાસચારો પણ મળી રહે. ૧૮ વીઘામાં કપાસ સાથે મગફળીનો મિશ્ર પાક લીધો છે. જેમાં વચ્ચે ૧૨ ફૂટનું અંતર જાળવી સરગવાનું વાવેતર કર્યું છે. તેમના વિસ્તારમાં ઉનાળામાં પાણીની તકલીફ રહેતી હોય છે. પરંતુ સરગવો, સીતાફળી અને બોર એ વરસાદ વગર પણ ટકી રહે છે. જેથી વરસાદ ના પડે અને મગફળી કપાસમાં આવક ના મળે તો પણ સરગવો આવક કાઢી આપે છે. આ સિવાય સરગવાનું એક કિલો બીજ મંગાવ્યું હતું. તેમાં ૨૦૦૦ રોપા ખૂબ જ સરસ થયા છે.

દર વર્ષે મિશ્ર પાક પદ્ધતિ તો અપનાવતા જ હતા. પરંતુ આ વર્ષે તેમણે ગાય આધારિત જૈવિક ખેતી સાથે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી છે. જેનું પરિણામ પણ તેઓને જોવા મળી રહ્યું છે. આ વર્ષે તેમણે તો શરૂઆત કરી જ. પરંતુ ગામના એક બે નહીં પણ ૫૧ ખેડૂતોએ ભેગા મળીને ગાય આધારિત ખેતી કરી છે. બધા ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યું કે ઘરની જ વસ્તુઓનો પ્રયોગ કરી ગાય આધારિત ખેતી અપનાવવી.

જયવંતસિંહે તો કૃષિ યુનિવર્સિટીના જૈવિક બેક્ટેરિયાનો પણ પ્રયોગ ટાળ્યો છે. તેઓએ પાયામાં ઘન જીવામૃત આપ્યું. વાવેતર પછી ૨ વખત જીવામૃતનો સ્પ્રે કર્યો છે. ખેતર પર ગાયોને રહેવાના આવાસમાં ઢાળિયો બનાવ્યો છે. જ્યાંથી ગૌમૂત્ર સંગ્રહી ઉપયોગમાં લઈ શકાય. આ ઉપરાંત ગૌમૂત્રનો પણ પાક પર સ્પ્રે કર્યો છે. ખેતરના શેઢાપાળે લીમડો, અરણી, સીતાફળી, રતનજ્યોત, કુવાળિયા વગેરે વનસ્પતિના પાનનો ઉકાળો બનાવીને રોગ જીવાત માટે છંટકાવ કરે છે. તો પોતે જીવામૃત પણ બનાવે છે. જે છ દિવસે તૈયાર કરી પિયત સાથે આપવા ઉપરાંત છંટકાવથી ખૂબ જ સારું પરિણામ મળે છે. જીવામૃતના પ્રયોગથી ખેતરમાં અળસિયાંનું પ્રમાણ વધ્યું છે.

વાડ પર ઉગી નીકળતા થોરિયાને બે દિવસ સુધી પાણીમાં પલાળીને તેનું દ્રાવણ સ્પ્રે દ્વારા તેમજ જમીનમાં ડ્રિપથી આપતાં કોઈ જાતના મુંડા લાગ્યા નથી. થોરિયા પલાળતી વખતે તેમજ બહાર કાઢતી વખતે અને તેના પાણીના પ્રયોગ વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. મિશ્ર પાક પદ્ધતિમાં ખેતીની શરૂઆત કરી ત્યારે રાસાયણિક ખાતરથી ૩૫ મણ મળતું ઉત્પાદન અટકીને ૮થી ૧૦ મણ સુધી આવી ગયું હતું. આ વર્ષે ગાય આધારિત ખેતી અપનાવી. પરિણામ નજર સામે છે. પાકનો ગ્રોથ સારો રહ્યો છે. અને ઉત્પાદન પણ વધીને આવશે. સાવ નજીવા ખર્ચમાં કપાસનું વીઘાદીઠ એવરેજ ૧૫ મણ આસપાસ ઉત્પાદન પહોંચી જશે. સામે દવા, ખાતરના ખર્ચા બચી ગયા જે ચોખ્ખો નફો પહેલા જ મળી ગયો હતો.

જયવંતસિંહ ગોહિલે ઓછા વરસાદી પાણીમાં પણ કપાસ, મગફળી, તલ, બાજરી જેવા પાકનું. ગાય આધારિત જૈવિક ખેતીમાં પરિણામ દેખાતા અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની રહ્યા છે. ઝેરમુક્ત ખેતીમાં આવું સરસ પરિણામ મળતાં તેઓ પણ ચકિત થઈ ગયા છે. ઝીરો બજેટ કહી શકાય તેમ ઘરની જ વસ્તુઓનો ઉપયોગ કરી. આજુબાજુના અન્ય ગામના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

READ ALSO

Related posts

આ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને છે Coronaનો સૌથી વધુ ખતરો, થાય છે આવી તકલીફો

Arohi

વડોદરામાં એક્ટિવ કેસમાંથી 14.31 ટકાની સ્થિતિ અતિ ગંભીર, 6 દિવસમાં 4 ગણો વધારો થયો

Harshad Patel

તમારો મોબાઈલ બેન્ક સાથે જોડાયેલો છે તો ભૂલથી પણ સીમકાર્ડ અપડેટ કરવાની ના કરતા ભૂલ, લૂંટની છે આ નવી મોડસ ઓપરેન્ડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!