GSTV
Gujarat Government Advertisement

VIDEO : એવી તે કઈ ખેતી કરે છે આ ખેડૂત કે 10 વીઘામાંથી લઈ લે છે 12 લાખ રૂપિયાની આવક

જંગલ વિસ્તારમાં વિના માવજતે ઉગી નીકળતા સીતાફળ એ ઓછા પાણીએ સારી આવક અપાવતો બાગાયતી પાક છે. ચાલુ વર્ષે પરંપરાગત રૂટિન પાકમાં ખેડૂતોને પડેલી મુશ્કેલીઓ જોતાં ખેડૂતો બાગાયતી ખેત તરફ વળે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં દાડમ, સીતાફળ, જામફળ જેવા પાકની ખેતી પણ વધી છે.

સીતાફળ જોયા પછી મોમાં પાણી આવે તે સ્વાભાવિક છે. મુખ્યત્વે સીતાફળમાં વીણી કર્યા પછી ગ્રેડિંગ કરીને ત્રણ વકલમાં બજારમાં વેચાણ થતું હોય છે. ત્યારે આ સીતાફળનું ઉત્પાદન લેવામાં સફળતા મેળવી છે. જેતપુર તાલુકાના વિરપુર ગામના મનસુખભાઈ કેશવભાઈ દુધાત્રાએ. તેઓ છેલ્લા ૨૩ વર્ષથી ૧૦ વીઘામાં પરંપરાગત સીતાફળીના બગીચામાંથી વર્ષે લાખો રૂપિયાની આવક લે છે. તેમની સાથે છેલ્લા ૧૫ વર્ષથી તેમના દિકરા કેતનભાઈ જોડાઈ ગયા છે. અને હાલમાં આધુનિક વેરાયટીના સીતાફળીના ૯૦૦ રોપાનું વાવેતર પણ કર્યું છે.

આ પ્રગતિશીલ ખેડૂતોએ કુલ ૧,૩૦૦ રોપાનું ૨૦ ફૂટ બાય ૨૦ ફૂટે વાવેતર કર્યું છે. ચાલુ સિઝનમાં વરસાદની મુશ્કેલી હોવા છતાં સારી માવજતથી થડદીઠ ૩૫થી ૩૮ કિલો ઉત્પાદન લીધું છે. સીતાફળમાં ઊંચા ભાવ ૮૦ રૃપિયા અને નીચામાં ૩૦ રૃપિયે કિલો વેચાણ કર્યું છે. એવરેજ ૩૮થી ૪૦ રૃપિયા પ્રતિ કિલો સીતાફળનું વેચાણ થયું છે. બજારમાં મોટા સીતાફળની માગ વધુ રહેતી હોય તેઓએ બે વર્ષ પહેલા હાઈબ્રીડ વેરાયટીના ૧ કેજી સીતાફળીનું પણ વાવેતર કર્યું છે.

મનસુખભાઈએ વર્ષો પહેલા જામફળ, લીંબુ, ચીકુ જેવા ઝાડ લગાવ્યા હતા. તેમાં વચ્ચે થોડા સમય માટે સીતાફળી રાખવાનું નક્કી કર્યું. પરંતુ સીતાફળમાં સારી કમાણી થતાં બધા ઝાડ કાઢી નાંખ્યા હતા. હાલમાં તેમના પુત્ર કેતનભાઈ ખેતી સંભાળી બગીચાનું નવીનીકરણ કરી રહ્યા છે. નવું વાવેતર કરેલા ઝાડમાં વચ્ચેના ભાગમાં આંતરપાક તરીકે હળદરનું વાવેતર કરી વધારાની આવક લીધી છે. આ સાથે સીતાફળીના નવા રોપા તૈયાર કરવા માટે નર્સરી પણ બનાવી છે. દર વર્ષે વાડીમાં ઉનાળામાં દેશી ખાતર ભરે છે. ત્યાર પછી શેઢા પાળા ઉપર મિલિબગ માટે દવા છંટકાવ કરે છે. વરસાદ પછી બિવેરિયા તેમજ વર્ટિસિલિયમ લેકાની પાઉડર આપે છે. સીંગલ સુપર ખાતર ૧ વીઘે ૧ થેલી આપ્યું છે. તો બોરોનનો સ્પ્રે કરવાથી સીતાફળનું ફળ ગોળ આકાર પડકી રાખે છે.

આ સિવાય પાકની જરૃરિયાત મુજબના વોટરસોલ્યુબલ ખાતરો ડ્રિપમાં આપે છે. દર ૧૫ દિવસે જીવામૃત આપવા ઉપરાંત ઝાડ પર મિલિબગ માટે લીંબુ, આદું, મરચાં, ફુદીનો મિશ્ર કરી સ્પ્રે કરી ફળને બચાવે છે. ફ્લાવરિંગ પછી ત્રણ મહિને ફળ તૈયાર થાય છે. એ પછી સીતાફળનું વેચાણ ગોંડલ માર્કેટમાં થાય છે. સીતાફળીમાં વર્ષ દરમિયાન મજૂરી, ખાતર દવા બધું મળીને ૧૦ વીઘામાં ૧.૫૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે. જેની સામે ૧૨થી ૧૩ લાખ રૃપિયા જેટલી સીતાફળના ભાવ મુજબ આવક રહે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt

રશિયામાં ઉજવાયો વિશ્વયુદ્ધ વિજય દિવસ, 76 વર્ષ પહેલા જર્મની સામે મેળવી હતી ઐતિહાસિક જીત

Pritesh Mehta

શું દુનિયામાંથી ક્યારેય નહીં જાય કોરોના? નવા વેરિઅન્ટથી નિષ્ણાતોની ચિંતામાં થયો વધારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!