GSTV
Home » News » ગુજરાતના આ ખેડૂતે મિઝોરમથી મંગાવ્યું બીજ અને ખેતી કરતાં જ માલામાલ થઈ ગયા

ગુજરાતના આ ખેડૂતે મિઝોરમથી મંગાવ્યું બીજ અને ખેતી કરતાં જ માલામાલ થઈ ગયા

ખરીફ સિઝનનો અગત્યનો ધાન્ય પાક એટલે ડાંગર. દેશમાં ૩૦૦ લાખથી વધુ હેક્ટરમાં વવાતો અને ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં વાવેતર થતો ધાન્ય પાક છે. ચાલુ સિઝનમાં વરસાદે ડાંગરના પાકનો સોથ બોલાવી દીધો છે ત્યારે મધ્ય ગુજરાતમાં ઘણાં ખેડૂતોને પાકની કાપણીની મુશ્કેલી પડી છે. જ્યાં ચોમાસામાં વરસાદની સ્થિતિ સારી હોય અને ખેતર નિચાણવાળું હોય ત્યાં ડાંગરના પાકનું ખેડૂતો વાવેતર કરતા હોય છે.

પહેલી નજરે જોતાં જ એવું લાગે કે આ વર્ષે વરસાદને પગલે ડાંગર સડી ગઈ હશે કે શું ? પણ ના આ તો ડાંગરની નવી વેરાયટી છે. બ્રાઉન રાઈસના ચલણની સાથે હવે ભારતમાં કાળા ચોખાનું ચલણ પણ વધ્યું છે. સામાન્ય રીતે ઊત્તરપૂર્વ ભારત તેમજ નેપાળ વગેરે વિસ્તારોમાં કાળા ચોખાનું ચલણ છે. પરંતુ આ કાળા ચોખાની ખેતી ગુજરાતના અને એમાંય ખેડા જિલ્લાના ખેડૂતે કરી છે. ખેડાના સાંખેજ ગામે જમીન ધરાવતા શીવમભાઈ હરેશભાઈ પટેલે ૩ વીઘા જમીનમાં કાળા ચોખા માટે ડાંગરનું વાવેતર કર્યું છે. શીવમભાઈ આમ તો બિઝનેસ સાથે સંકળાયેલા હોવા છતાં મેનેજમેન્ટથી ખેતીમાં સતત કંઈક નવું કરવા માટે તત્પર જ હોય છે. તેઓએ વિચાર્યું કે ૨૦ વીઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરીએ છીએ. જે રૂટિન છે હવે તેમાં આવક વધે તેવું કંઈક નવીન કરવું પડે. જેની આવતા સમયમાં માગ હોય તેવા પાક તરફ વળવું પડે. એવું વિચાર્યા પછી તેઓ સતત પ્રગતિશીલ ખેડૂતોને મળ્યા હતા. જેમાં તેમણે કાળા ચોખા વિશે સાંભળ્યું.

વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યા પછી તેઓએ મિઝોરમથી ૧ કિલો બિયારણ ૩,૫૦૦ રૂપિયાના ભાવે મંગાવ્યો. જેમાં ૧૫ કિલો બિયારણનો ૩ વીઘામાં અખતરો કર્યો.આ ખેડૂત રૂટિન ખેતી સાથે છેલ્લા સાતેક વર્ષથી જોડાયા છે. ચાલુ સિઝનમાં પેસ્ટિસાઈડ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરીને ૩ વીઘામાં કાળા ચોખાની ખેતી અપનાવી છે. જેમાં એક વીઘામાં તેમણે કટિંગ પણ લઈ લીધું છે. ફેરરોપણી પછી ૧૩૦થી ૧૩૫ દિવસે ડાંગરનો પાક તૈયાર થઈ જાય છે. કાળા ચોખાનું વાવેતર પણ રૂટિન ડાંગરની ખેતીની જેમ જ કરવામાં આવે છે. જમીન તૈયાર કરતાં 2 ટ્રોલી છાણિયું ખાતર આપી ધરૂની 23 દિવસે ફેરરોપણી પણ કરી દીધી છે. આ વખતે વરસાદ હતો એટલે ડાંગરમાં વાંધો નહોતો આવ્ય. જમીનમાં સાવ હળવું પિયત આપ્યું હતું. જેથી પાકમાં કોઈ જાતનો રોગ જીવાતનો ઉપદ્રવ આવ્યો જ નથી.

સામાન્ય રીતે ડાંગરમાં થ્રેસિંગ કરતાં ૨૦ કિલોમાંથી ૧૨ કિલો સારા ચોખા. ૩થી ૪ કિલો જેટલા ટુકડા. અને ૫થી ૬ કિલો જેટલું ભૂસું કચરો પડે છે. હાલ તેમણે ૧ વીઘામાં ડાંગરનું કટિંગ લઈ લીધું છે. જ્યારે ૨ વીઘામાં કટિંગ બાકી છે. ડાંગરનું થ્રેસિંગ કરતાં એવરેજ વીઘે ૫૦ મણનું ઉત્પાદન રહ્યું છે. આ સિવાય ડાંગરનું શ્રેડિંગ કરીને ચોખા બનાવી તેના ૧ કિલોથી પાંચ કિલોના નાના પેકિંગમાં વેચાણ કરવાનું પ્લાનિંગ કર્યું છે. તેઓ ચોખાનું શ્રેડિંગ કરી મશીનથી શોર્ટિંગ કરાવીને વેચાણ કરાવતાં ઊંચા ભાવ મળવાની ગણતરી છે.કાળા ચોખાની હાલમાં બજાર કિંમત ઊંચી છે.

દાણો મજબૂત હોવાથી તૂટવાની સંભાવના પણ ઓછી રહે છે. તેમણે ડાંગરમાં ૧ વીઘે ૫ કિલો જેટલું બિયારણ વાપર્યું છે. જેના ૧ કિલોના ૩,૫૦૦ રૂપિયા ગણતાં ૧૭,૫૦૦ રૂપિયા બિયારણ ખર્ચ રહ્યો. તો ૨,૫૦૦ રૃપિયાનું છાણિયું ખાતર પાયામાં આપ્યું છે. રોપણીથી લઈને કટિંગ સુધી મજૂરી સહિતનો ૫,૫૦૦ રૂપિયા ખર્ચ થયો છે. હવે પછી ડાંગરમાંથી શ્રેડિંગ, શોર્ટિંગનો ખર્ચ અલગથી થશે. ઉપરાંત એક વીઘામાંથી ૫૦ મણ ડાંગર મળશે. જેમાંથી ચોખા તૈયાર કરતાં એવરેજ ૧૨ કિલો મળે તો પણ ૬૦૦ કિલો ચોખા તૈયાર થશે. શીવમભાઈનું માનવું છે કે ખરેખર ખેતી થકી ખેડૂતોએ કમાણી કરવી હોય તો ચોક્કસ કંઈક નવું કરવા ઉપરાંત ગ્રેડિંગ પેકિંગ સાથે પોતાનું અલગથી માર્કેટ ઊભું કરવું જ પડશે.

READ ALSO

Related posts

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

શિયાળામાં કંઈ લઝીઝદાર ખાવાની ઈચ્છા થઈ છે, તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ ‘પનીર લબાબદાર’

Ankita Trada

હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!