GSTV

કોઈ ન હતું કરતું એ પ્રયોગ પહેલી વખત આ ખેડૂતે કર્યો અને સફળ થઈ ગયા, હવે વર્ષે મળે છે 15 લાખની આવક

ખેતીમાં સતત કુદરતી થપાટો ખાવાને બદલે મિશ્ર પાક પદ્ધતિના પ્લાનિંગ સાથે ખેતી કરવાથી સારામાં સારી આવક લઈ શકાય છે. ખેડૂતો હવે મોટા પ્રમાણમાં એક પાક લેવાને બદલે ગ્રાહકલક્ષી ઉત્પાદન મેળવીને ખેતીમાં સારી આવક લઈ શકાય એવું સાબિત કરી રહ્યા છે. આજે તમે જે ખેતર જોઈ રહ્યા છો તે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઘમણાદ ગામના પ્રકાશચંદ્ર ચુનિલાલ પટેલનું છે. જેઓએ ૭૦ વીઘામાંથી ૪૨ વીઘામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી હેઠળ સફળતા પ્રાપ્ત કરી છે.

હાલ તેમના ખેતરમાં ૬ વીઘામાં દેશી જુવાર. તો ૯ વીઘામાં ઓફ સિઝનમાં લીલા મગનું વાવેતર કર્યું છે. સાથે જ ૮ વીઘામાં ચણાનું વાવેતર. ૧૦ વીઘામાં તુવેરનું વાવેતર. ઘઉં ૧૦ વીઘા અને ૫ વીઘામાં મિશ્ર શાકભાજીની ખેતી કરી છે. તેઓ ખેતીની તમામ પેદાશોનું ગ્રેડિંગ કરીને ગ્રાહકોને સીધું વેચાણ કરતાં સારામાં સારી આવક મળે છે. ગ્રાહકોને ઓછા ખર્ચે ઝેરમુક્ત ખોરાક પણ મળે છે.

અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈએ ૫ વીઘા ખેતીમાં વિવિધતા સાથે મિશ્ર શાકભાજીમાં કોબીજ, ફ્લાવર, ડુંગળી, પર્પલ કોબીજ, બ્રોકલી, ટામેટાં, ગાજર, લસણ, રીંગણ સહિતના પાક વાવ્યા છે. આ સાથે મેથી, ધાણા, પાલક જેવા શાકભાજીનું પણ વાવેતર કર્યું છે. ગામમાં કોઈ વ્યક્તિએ પ્રથમ વખત આવી રીતે મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કર્યું છે. હવે ધીમે ધીમે ઉત્પાદન ચાલુ થશે. આ વખતે વરસાદને પગલે રવી શાકભાજીના વાવેતરમાં મોડું થયું. પરંતુ પાકમાં કોઈ નુકસાની આવી નથી. મિશ્ર પાક પદ્ધતિમાં બિયારણ પોતાના ઘરના જ હતા. એટલે બહુ ઓછો બિયારણ પાછળ ખર્ચ આવ્યો છે. બ્રોકોલી, રેડ કોબીજ, ફ્લાવર, સાદી કોબીજ, રીંગણ, અને ટામેટાંના ધરુ ઉછેરી તેની ફેરરોપણી કરી છે. દરેક શાકભાજીના લગભગ ૩૦૦થી ૩૫૦ જેટલા રોપા લગાવ્યા છે.

મિશ્ર પાક કરવા બાબતે પ્રવિણભાઈનું માનવું છે કે જમીનના પોષકતત્ત્વોનું બેલેન્સ જળવાય છે. જૈવિક ખેતી અપનાવતા તેઓએ જમીન આડી ઊભી ખેડી સમતલ બનાવી પાળા ઉપર તૈયાર કરેલું ઘન જીવામૃત પાળા પર પાથરી. પછીથી તેના પર તમામ શાકભાજીના રોપાની ફેરરોપણી કરી હતી. ખેતરમાં તમામ પાકોને પાણી સાથે જીવામૃત આપે છે. દરેક શાકભાજીનું બે મહિના પહેલા વાવેતર કર્યું છે. આ વખતે વાવેતર મોડું રહેતા વાદળોને લીધે છોડનો ગ્રોથ શરૂઆતમાં ધીમો હતો. પરંતુ જૈવિક પદ્ધતિથી ખેતી હોય તેઓના છોડ ખડતલ તૈયાર થતાં રોગ જીવાત આવ્યા નથી. તેઓ સામાન્ય રીતે રોગ જીવાત માટે દશપર્ણી અર્કનો જ ઉપયોગ કરે છે. પોટાશ માટે આકડાનું દ્રાવણ તૈયાર કરે છે. તમામ વસ્તુઓ જાતે જ તૈયાર કરે છે. ઘરની તથા ખેતરના શેઢા પાળે મળતી વનસ્પતિનો જ તેઓ ખેતીમાં ઉપયોગ કરે છે. જીવામૃત અત્યાર સુધીમાં પાંચથી છ વખત આપ્યું છે. આ સિવાય કોઈ જાતના રાસાયણિક ખાતરો આપ્યા નથી.

જૈવિક ખેતી હેઠળ પ્રવિણભાઈએ પ્લાનિંગ સાથે વાવેતર કર્યું છે. મોટાભાગના બિયારણો ઘરના હોય ખરીદીને લાવ્યા નથી. ૪૦ વીઘા જમીનમાં અત્યાર સુધી મજૂરી સિવાય કોઈ બીજો રોકડ ખર્ચ કર્યો નથી. મજૂરી પાછળ ૧૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે. શાકભાજીનું વેચાણ પણ ભરૃચમાં ઓર્ગેનિક સ્ટોરમાં કરે છે. ગ્રાહકોના ઓર્ડર મુજબ શાકભાજીની કાપણી કરીને મોકલાવી આપે છે.

ખેતીમાં મોટા ભાગનું કામ ઘરના જ સભ્યો કરતા હોય ખર્ચ આવતો નથી. માત્ર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આવે છે. પ્રવિણભાઈનું માનવું છે કે, ગ્રાહકોની માગ મુજબના શાકભાજી હોય તો બજાર શોધવા ના જવું પડે. એક સાથે માલનો ભરાવો ના થાય એટલે પૂરતા ભાવ મળે. હાલમાં ઉત્પાદન ધીમે ધીમે ચાલુ થયું છે. તેઓએ વાવેતર કરેલા ઘઉં સહિતના ધાન્ય અને કઠોળના એડવાન્સ બુકિંગ થઈ ગયા છે. ઘઉંના ૩,૫૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે વેચાણ કર્યું હતું. હાલ ૧ વીઘામાં ઘઉંનું ૧૦ ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મળવાનો અંદાજ છે. રાસાયણિક ખેતી હેઠળ વર્ષે દવા ખાતર પાછળ બે લાખ રૃપિયાથી વધુનો ખર્ચ થતો હતો. જે બચી ગયો છે. વીઘે અંદાજિત ૪૦થી ૫૦ હજાર રૃપિયા જેટલો ચોખ્ખો નફો મળે છે. જૈવિક ખેતી હેઠળ પ્રકાશભાઈ વાર્ષિક ૧૫ લાખ રૃપિયાથી વધુની આવક સરળતાથી લઈ લે છે.

READ ALSO


Related posts

ગરીબ વર્ગ માટે સૌથી મોટા સમાચાર, સરકાર 15મીએ ખાતામાં નાખશે 6,834 કરોડ રૂપિયા

Pravin Makwana

વિપક્ષી નેતાઓએ ટ્રમ્પ પર સાધ્યુ નિશાન, કોરોનાને નાથવામાં નિષ્ફળ રહેતા ભારતને ખોટી ધમકી આપી રહ્યા છે

Ankita Trada

મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસકર્મીઓ પર ચાકુથી હુમલો, 5 લોકોને ગિરફ્તાર કરાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!