GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

10 પેટીથી શરૂઆત કરી હતી આ ખેડૂતે, આજે 700 પેટી સાથે મધ ઉછેરમાં સમગ્ર ગુજરાતમાં કાઢ્યું છે કાઠુ

ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલો બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અવ્વલ નંબરે જોવા મળી રહ્યો છે. શિક્ષિત યુવકો પણ હવે ખેતી તરફ જોડાયા છે. ત્યારે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસડેરીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં યુવાન ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરીને ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે.

ડીસા તાલુકાના નાગફણા ગામના યુવાન ખેડૂત પંકજભાઈ ભુરાભાઈ ગુજોરે અનુસ્નાતક થઈ અને સરકારી નોકરી કરવાને બદલે ખેતી કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. અને બનાસ ડેરી અને દાંતીવાડા યુનિવર્સિટીના માર્ગદર્શનથી મધની ખેતીની શરૂઆત કરી. પાંચ વર્ષ પહેલા ખેતી સાથે પૂરક આવક મેળવવા 10 પેટીથી શરૂ કરેલા મધપાલનમાં આજે તેમણે માસ્ટરી મેળવી લીધી છે.

મધમાખી ઉછેરની અને માજવતની આવડત હોય તો મધપાલન પણ લાખો રૂપિયાની કમાણી કરાવી આપે છે. મધમાખી એ ખેડૂતોની સાથી છે. ખેતીમાં મધમાખીનું ફ્લાવરિંગ સમયે પરાગનયન પ્રક્રિયામાં વેગ આપવા ખૂબ જ મોટું યોગદાન છે. મધપાલન એ ખેતી સાથેનો પૂરક વ્યવસાય હવે આર્થિક રીતે ખૂબ જ પરવડે તેવો હોય ઘણાં ખેડૂતો તે તરફ વળી રહ્યા છે. મધપાલન માટે બાગાયત ખાતા તરફથી સબસિડી સહીતના લાભો પણ આપવામાં આવે છે. મધપાલનમાં મધની વધારાની આવક સાથે ખેતીમાં ઉત્પાદન પણ વધારી આપી બેવડો ફાયદો કરાવે છે.

પંકજભાઈએ આશરે ચારેક વર્ષ પહેલા 10 પેટી સાથે મધ ઉછેરની શરૂઆત કરી હતી. આજે આ યુવાન ખેડૂત ૭૦૦ જેટલી મધની પેટી રાખી લાખોની કમાણી કરી રહ્યો છે. મધ ઉછેરનો વ્યવસાય એવો છે કે ખેતીના અન્ય પાકો માટે પણ ફાયદાકારક છે. ફલાવરિંગ સમયે ખેતરમાં મધમાખીઓની હાજરી પરાગનયન પ્રક્રિયામાં વધારો કરે છે. ખેતરમાં મધપેટી રાખવાથી રાઈ, ધાણા, અજમા, વરિયાળી, ચીકુ સહિતના પાકમાં ખૂબ જ મોટો ફાયદો થાય છે.

આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી હવે અન્ય ખેડૂતો પણ મધમાખીની પેટીઓ લઈ જાય છે. શરૂઆતમાં 10 પેટી આ ખેડૂતે ભાડે આપી હતી. પણ સમય બદલાતા આ ખેડૂત અત્યારે 300 પેટી અન્ય ખેડુતોને આપી રહ્યો છે. જેથી અન્ય ખેડૂતો પણ મધ ઉછેર કરીને લાખોની કમાણી કરી શકે. આ વ્યવસાયમાં મહેનતની વધારે જરૂરિયાત હોય છે. મધમાખી પણ એક જીવ છે. અને તેને સાચવવાની પ્રક્રિયા એક માણસના જીવ ને સાચવવા જેવી જ હોય છે. ત્યારે માખીઓ મરે નહીં અને મધ ઉછેરમાં વ્યાપક પ્રમાણમાં માખીઓનો ઉપયોગ થાય તે હેતુથી આ મધ ઉછેર વ્યવસાયમાં ચોવીસ કલાક ધ્યાન આપવું પડે છે. હાલ તો બનાસકાંઠાના ડીસા તાલુકાના યુવાને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે સાથે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાત્મક બન્યો છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી વચ્ચે સોમવારથી મંત્રીઓની કચેરી રાબેતા મુજબ થશે શરૂ, પ્રધાનો કાર્યભાર સંભાળશે

pratik shah

UN દ્વારા આપવામાં આવી ચેતાવણી! ફરી આતંક મચાવશે તીડ, આટલા રાજ્યને કરવામાં આવ્યા એલર્ટ

Arohi

અમદાવાદ: જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો, મહિલા કર્મચારીનું મોત થતાં કામદારોમાં ભારે રોષ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!