GSTV

કૃષિ બિલનો વિરોધ/ ગુજરાતમાં ખેડૂતોએ રોષ દાખવી માલ જ ન મોકલ્યો, મહેસાણામાં સૌથી વધારે અસર

ગુજરાતના ખેડૂતોનો સીધો માલ વેચતાં બજારોને કાળા કાયદા સામે ઘણા સ્થાને બજારો બંધ રહ્યાં હતા. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનના જિલ્લા મહેસાણામાં કડીને બાદ કરતાં તમામ એપીએમસી બંધ રહી હતી. એશિયાનું સૌથી મોટું ખેડૂત બજાર ઊંઝામાં બજાર બંધ છે. દક્ષિણ ગુજરાતમાં અસર થઈ હતી. પણ સૌરાષ્ટ્રમાં તેની અસર ન હતી. ખેડૂતોએ તો માલ મોકલ્યો ન હતો.
ગુજરાતમાં 214 એપીએમસી બજારો છે. જેમાં સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી. અમદાવાદ શહેર માટે 7 હજાર મળીને લગભગ વર્ષે 12 હજાર કરોડની ખેત જણસો વેચવામાં આવે છે. જ્યારે બહાર જતો માલ તેનાથી ઘણો વધારે છે. આ તમામ બજારો ચાલુ રાખવામાં આવ્યા હતા. ગાંધીનગરથી અધિકારીએ જમાલપુર સહિતની બજારોમાં અધિકારીએ ફોનથી સૂચના આપી હતી કે ગમે તે થાય બજારો ખુલ્લા રહેવા જોઈએ.

એશિયાનું સૌથી મોટું ખેડૂત બજાર ઊંઝામાં બજાર બંધ છે

એપીએમસી બજારો પર ભાજપના નેતાઓ અધ્યક્ષ છે. તેમ હોવા થતાં ઘણાં વેપારીઓએ બંધ પાળ્યો હતો. પણ એકંદરે વેપારીઓ ખેડૂતો સાથે ઊભા રહેવાના બદલે સરકાર સાથે રહેવાનું મુનાસીબ માન્યું હતું.

ગુજરાતમાં 214 એપીએમસી બજારો છે

ગુજરાતના ખેડૂતોનો જે રોષ જોવા મળ્યો હતો તેમાં એક વાત એ હતી કે, કેન્દ્ર સરકાર એક્ટમાં તળિયાના ભાવો અને જે નથી લખી રહી, તે નેતાઓ જાહેરમાં વચન આપે છે. આવું વચત તેઓ ભૂલી જવાના છે અને ખેડૂતોને વેપારીઓ લૂંટવાના છે. આથી ખેડુતોમાં મૂંઝવણ ફેલાઇ રહી છે.સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં એમએસપી ચાલુ રાખવાનું વચન આપ્યું છે અને મંડીઓ બંધ ન થવી જોઈએ, પક્ષ મંચ પર આ જ કહે છે, પરંતુ એક્ટમાં તે જ લખતું નથી. તેથી ત્યાં શંકા અને મૂંઝવણ છે. ખેડુતોનું માનવું છે કે સરકારનું કોઈ નિવેદન કૃષિ અધિનિયમમાં એમએસપીની ગેરંટી સમાન હોઇ શકે નહીં. કારણ કે અધિનિયમના વચન પર, સરકાર કોર્ટમાં ઉભા થઈ શકે છે, જ્યારે પક્ષ મંચ અને નિવેદનોનો કોઈ કાનૂની આધાર નથી.

પક્ષ મંચ અને નિવેદનોનો કોઈ કાનૂની આધાર નથી

કૃષિવિદ્યએક બિલ મામલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું..જો કે ભારત બંધના એલાનની પાટણમાં કોઈ અસર જોવા મળી રહી નથી. ઉલ્લેખનીય છે કે પાટણમાં રાબેતા મુજબ વેપાર રોજગાર ચાલુ છે…સાથે જપાટણ જિલ્લાની એપીએમસી પણ ચાલુ છે તો રાધનપુર, સમી ,વારાહી, સિદ્ધપુર માર્કેટ યાર્ડને ચાલુ રાખવા ભાજપના અગેવાનો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તેવા પત્રો ફરતા થતા રાજકારણ ગરમાયું છે.

READ ALSO

Related posts

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah

એક OTP દ્વારા તમારું વૉટ્સઅપ એકાઉન્ટ થઈ જશે હેક, મિત્ર માગે તો પણ ભૂલથી ના આપતા

Bansari

કોરોનામાં નહીં મળે પોલીસને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ : સામાન્ય જનતાની જેમ લાઈનોમાં રહેવું પડશે ઉભા, કોરોના વોરિયર્સની હાલત ખરાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!