GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

મોત અને જીવન વચ્ચે જજુમી રહેલા જેકોબની સારવાર માટે કૃણાલ પંડ્યાએ બ્લેન્ક ચેક મોકલ્યો

અકસ્માતના કારણે જીંદગીની સામે જંગ લડી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટીનના પરીવારે તેની સારવાર માટે ફંડ એકત્ર કરવાની અપીલ કરી છે. માર્ટિનની સારવાર વડોદરાની હોસ્પીટલમાં ચાલી રહી છે અને તે આ સમયે લાઈફ સપોર્ટ પર છે. તેમનો અકસ્માત ગત વર્ષે ડિસેમ્બરમાં થયો હતો જેના કારણે તેના ફેફસા અને લિવરને ઈજા પહોંચી છે. BCCIએ તેની સારવાર માટે રૂ.5 લાખની મદદ કરી છે. વડોદરા ક્રિકેટ એસોસીયેશને પણ તેને 3 લાખ રૂપિયાની મદદ કરી છે. બીસીસીઆઈ અને બીસીએના પૂર્વ સચીવ માર્ટિનના પરીવારની મદદ કરી રહ્યા છે.

માર્ટિનની મદદ BCCI અને વડોદરા ક્રિકેટ એસોસિએશન ઉપરાંત સૌરભ ગાંગુલી સહિત ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, જહીર ખાન, આશીષ નેહરા સહિતના ક્રિકેટરોએ કરી છે. હવે યુવા ક્રિકેટર કૃણાલ પંડ્યાનુ નામ પણ તમેની મદદ કરનારની યાદીમાં આવી ગયુ છે. પંડ્યાએ જેકબના પરિવારને બ્લેન્ક ચેક મોકલ્યો છે.

તેમણે માર્ટિનના પરિવારને અપીલ કરી છે કે તેમને માર્ટિનની સારવાર માટે જે પણ રકમની જરૂર હોય તે ચેક પર લખી દે. એક રિપોર્ટ અનુસાર કૃણાલે BCCIના પૂર્વ સચિવ સંજ્ય પટેલના માધ્યમથી આ ચેક મોકલ્યો છે અને તેમણે પટેલને અપીલ કરી છે કે આ રકમ 1 લાખ રૂપિયાથી ઓછી ન હોવી જોઈએ.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!