જિંદગીની સામે જંગ લડી રહેલા પૂર્વ ક્રિકેટરને બચાવવા આ ક્રિકેટરે મોકલ્યો બ્લેન્ક ચેક, કહ્યું લખી દો રકમ

અકસ્માતના કારણે જિંદગીની સામે જંગ લડી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટીનના પરીવારે તેની સારવાર માટે ફંડ એકત્ર કરવાની અપીલ કરી છે. માર્ટિનની સારવાર વડોદરાની હોસ્પીટલમાં ચાલી રહી છે અને તે આ સમયે લાઈફ સપોર્ટ પર છે. તેમનો અકસ્માત ગત વર્ષે ડિસેમ્બરમાં થયો હતો જેના કારણે તેના ફેફસા અને લિવરને ઈજા પહોંચી છે. BCCIએ તેની સારવાર માટે રૂ.5 લાખની મદદ કરી છે.

યુવા ક્રિકેટર કૃણાલ પંડ્યાનુ નામ પણ મદદ કરનારની યાદીમાં આવી ગયું

વડોદરા ક્રિકેટ એસોસીયેશને પણ તેને 3 લાખ રૂપિયાની મદદ કરી છે. બીસીસીઆઈ અને બીસીએના પૂર્વ સચીવ માર્ટિનના પરીવારની મદદ કરી રહ્યા છે. માર્ટિનની મદદ BCCI અને વડોદરા ક્રિકેટ એસોસિએશન ઉપરાંત સૌરવ ગાંગુલી સહિત ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, જહીર ખાન, આશીષ નેહરા સહિતના ક્રિકેટરોએ કરી છે. હવે યુવા ક્રિકેટર કૃણાલ પંડ્યાનુ નામ પણ મદદ કરનારની યાદીમાં આવી ગયુ છે.

સંજ્ય પટેલના માધ્યમથી આ ચેક મોકલ્યો

પંડ્યાએ જેકબના પરિવારને બ્લેન્ક ચેક મોકલ્યો છે. તેમણે માર્ટિનના પરિવારને અપીલ કરી છે કે તેમને માર્ટિનની સારવાર માટે જે પણ રકમની જરૂર હોય તે ચેક પર લખી દે. એક રિપોર્ટ અનુસાર કૃણાલે BCCIના પૂર્વ સચિવ સંજ્ય પટેલના માધ્યમથી આ ચેક મોકલ્યો છે અને તેમણે પટેલને અપીલ કરી છે કે આ રકમ 1 લાખ રૂપિયાથી ઓછી ન હોવી જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter