GSTV
Bollywood Entertainment Trending

KRK એ કપિલ શર્માની ફિલ્મને લઈને કહી આ વાત, ફિલ્મના નિર્માતાઓએ એક જોકરને ફિલ્મ સ્ટાર બનાવવાનો કર્યો પ્રયાસઃ 90 ટકા શો થયા રદ

પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા તેની નવી ફિલ્મ Zwigatoને લઈને ચર્ચામાં છે. કપિલની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. ફિલ્મ Zwigato શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ કપિલની આ ફિલ્મને દર્શકોથી એટલો રિસ્પોન્સ નથી મળી રહ્યો. આ દરમિયાન બોલીવુડ અભિનેતા અને સ્વયંને ફિલ્મ ક્રિટિક કહેનારા KRK (કમાલ આર ખાન)એ દાવો કર્યો છે કે કપિલ શર્માની ફિલ્મના 90 ટકા શો રદ કરવામાં આવ્યા છે.

KRKએ કપિલ શર્માને કહ્યો જોકર

KRK બોલીવુડ ફિલ્મ અને તેના સાથે જોડાયેલા કલાકારો વિશે અવારનવાર પ્રતિક્રિયા આપતો રહે છે. તેણે કપિલ શર્મા અને તેની ફિલ્મ Zwigato વિશે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે નિર્માતાઓએ ફિલ્મમાં એક જોકરને કાસ્ટ કર્યો છે. KRKએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘કપિલ શર્મા સ્ટારર ફિલ્મ #SharamKaro ને 1થી 3 ટકાની જબરદસ્ત ઓપનિંગ મળી છે. જ્યારે     90% શો ઓડિયન્સ ન હોવાના કારણે કેન્સલ થઈ જાય છે. ફિલ્મના નિર્માતાઓ તેના જ લાયક છે, જેમણે એક જોકરને ફિલ્મ સ્ટાર બનાવવાનો પ્રયાસ કર્યો.’

Zwigato હ્યુમન સ્પિરિટને દર્શાવતી ફિલ્મ

ફિલ્મ Zwigato એક એવી ફિલ્મ છે જે ફ્લેક્સીબીલીટી, આશા અને અતૂટ હ્યુમન સ્પિરિટને દર્શાવે છે. આ ફિલ્મ લોકોને રોજિંદા જીવનમાં જે સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે તેને દર્શાવે છે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. પરંતુ આ મુશ્કેલ સફરમાં પ્રેમ અને હાસ્યની નાની એવી ક્ષણો પણ છે, જેના કારણે ફિલ્મ જોવા જેવી છે. નંદિતા દાસ દ્વારા નિર્દેશિત અને લખાયેલી આ ફિલ્મમાં કપિલ શર્મા સાથે શહાના ગોસ્વામી પણ મુખ્ય ભૂમિકામાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો

Padma Patel
GSTV