GSTV

અભિનેત્રી ક્રિતી સેનને ખરીદી ઓડી Q7 કાર, જુઓ Photos

Last Updated on January 27, 2018 by

બોલીવુડ સ્ટાર ક્રિતિ સેનનએ ઓડીની ફેમસ ઓડી ક્યૂ7 કાર ખરીદી છે. ઓડી ઇન્ડિયાના પ્રમુખ રાહિલ અંસારીએ ખુદ જઇને ક્રિતિને કારની ડિલીવરી આપી. તેમણે ખુદ ઓડી ક્યૂ7ની કી સત્તાવાર રીતે કૃતિ સેનનને સોંપી છે. આટલુ જ નહીં રાહિલે ક્રિતિ વિશે મહત્વપૂર્ણ વાત પણ કહી.

ઓડી વિશે ક્રીતિ સેનને કહ્યું કે તે આ સુંદર કારની માલિક બનવાને લઇને ખુબજ ઉત્સાહિત છે અને તેમાં ફરવા જવાનું પસંદ કરશે. ક્રિતી સેનને કહ્યું કે તે ઓડી ક્યૂ7 ની ફેન છે. અને તેમા મળતા આરામ, સ્પેસ અને ડ્રાઇવબિલીટીની પણ પ્રશંસક છે. આ તેની પસંદગીની ચીજોમાંથી એક છે.

ઓડી ઇન્ડિયાના પ્રમુખ રાહિલ અંસારીએ કહ્યું કે તે ક્રિતી સેનને ઓડી પરિવારનો ભાગ બનાવીને ઘણા ખુશ છે. ઓડી યુવા દિલ ધરાવતા સફળ લોકોની બ્રાન્ડ છે. જે ઉર્જાવાન અને રચનાત્મક છે અને દરેક રીતે સમકાલીન છે.

ક્રિતી સેનન માટે ઓડી ક્યૂ7 એક આદર્શ પસંદ છે. જે સ્ટાઇલ સાથે જ મહાન વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને ટ્રેડસેટર પણ છે. ઓડી બ્રાન્ડ સ્પોર્ટીનેસ, પ્રગતીશીલતા અને પરિષ્કારનું પ્રતીક છે અને ક્રિતી સેનને આ ગુણોને વાસ્તવમાં વ્યક્ત કરે છે. પછી તે ઓનસ્ક્રિન હોય કે ઓફસ્ક્રિન હોય.

રાહિલે જણાવ્યું છે કે બોલીવુડ સેલિબ્રિટીઓ અને મોટા ઉદ્યોગપતિઓની લોકપ્રિય પસંદ હોવાને કારણે ઓડી ક્યૂ7 ભારતમાં લક્ઝરી સેગ્મેન્ટમાં સૌથી આગળ છે.

ઓડી ક્યૂ7માં 3.0 ટીડીઆઇ એન્જીન છે. જે 249 બીએચપીનો પાવર અને 600 એનએમનો ટોર્ક આપે છે. તે 0થી 100 કિલોમીટરની ઝડપ માત્ર 7.1 સેકન્ડમાં પકડે છે.

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!