GSTV

શું પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’માં કૃતિ સેનનની એન્ટ્રી? રામ અને સીતાની ભૂમિકામાં જોવા મળશે આ જોડી

Last Updated on November 3, 2020 by Ankita Trada

તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ, ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ના ડિરેક્ટર ઓમ રાઉત સાથે ‘આદિપુરુષ’ નામની થ્રીડી ફિલ્મમાં કામ કરવા તૈયાર છે. જેને હિન્દી અને તેલુગુ બંને ભાષામાં રિલીઝ કરવામાં આવશે. બાદમાં તમિળ, મલયાલમ, કન્નડ અને અન્ય ભાષાઓ ડબ કરવામાં આવશે. થોડા દિવસો અગાઉ આ ફિલ્મમાં સૈફ અલી ખાનની એન્ટ્રી થઈ હતી. હવે તાજેતરના રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કૃતિ સેનનનું નામ સામે આવી રહ્યું છે.

પાત્રથી ખૂબ પ્રભાવિત થઈ

એક સમાચાર મુજબ કૃતિ સેનન આ ફિલ્મમાં ‘સીતા’ની ભૂમિકા નિભાવતી જોવા મળશે. દિગ્દર્શક ઓમ રાઉતે તાજેતરમાં કૃતિ સેનનને સ્ક્રિપ્ટ સંભળાવી હતી અને તે તેના પાત્રથી ખૂબ પ્રભાવિત થઈ હતી. અભિનેત્રીને સ્ક્રિપ્ટ ગમી ગઈ છે પરંતુ હજી હસ્તાક્ષર થવાના બાકી છે. ટૂંક સમયમાં જ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ વિશેની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. અગાઉ ઇન્ટરનેટ પર એવી અટકળો ચાલી રહી હતી કે પ્રભાસની વિરુદ્ધની ભૂમિકા માટે કિયારા અડવાણી અને કીર્તિ સુરેશનો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે તાજેતરના અહેવાલો મુજબ બંનેમાંથી કોઈ પણ ફિલ્મનો ભાગ નથી.

સૈફ અલી ખાન રાવણના અવતારમાં

ડિરેક્ટર ઓમ રાઉત આની પર કહે છે કે, ‘અમે એક જુનૂન અને ગર્વની સાથે આ સફરની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારા પ્રેક્ષકોને વચન આપીએ છીએ કે તેઓએ આવો અનુભવ પહેલા ક્યારેય નહીં અનુભવ્યો હોય.’ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતર અને રાજેશ નાયર નિર્માતા દ્વારા બનાવામાં આવી રહેલી આ ફિલ્મ હાલમાં પ્રિ-પ્રોડક્શન સ્ટેજમાં છે. 2021 સુધીમાં તેનું શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. ભૂષણ કુમાર ફિલ્મ વિશે કહે છે, ‘મોટા પડદા પર અદભૂત વિઝ્યુઅલ્સ અને પાત્રો સાથે દર્શકોએ એવી સ્ટોરીનો અનુભવ કરવા તૈયાર થવું જોઈએ કે જેમાં ને વિશ્વાસ છે.’ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકા ભજવશે અને સૈફ અલી ખાન રાવણના અવતારમાં જોવા મળશે.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!