GSTV
Home » News » ચિત્તા સાથેની તસવીર પડી ભારે, કૃતિને યુઝર્સએ લીધી આડે હાથ

ચિત્તા સાથેની તસવીર પડી ભારે, કૃતિને યુઝર્સએ લીધી આડે હાથ

બોલિવૂડ સેલેબ્રિટીઝનું સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું સામાન્ય વાત બની ગઈ છે. સોશિયલ મીડિયા પર યુઝર કોઈ ને કોઈ સેલિબ્રિટીથી નારાજ થઈને ટ્રોલ કરવા લાગે છે. અત્યારે એક્ટ્રેસ કૃતિ સેનન તેના ફોટાના કારણે ટ્રોલર્સનો નિશાનો બની છે. કૃતિ સેનન તેની ટીમ સાથે ઝામ્બિયામાં હોલિડે પર છે. કૃતિએ તાજેતરમાં જ ઝામ્બિયા નેશનલ પાર્કના એક ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

ફોટામાં કૃતિ એક ચીત્તા સાથે પોઝ આપતી જોવા મળી છે. કૃતિએ આ ફોટાનું કેપ્શન,’He wanted a selfie!! Couldn’t say no..#Zambia’કૃતિના આ ફોટાને બોલિવૂડના સેલેબ્સે લાઈક કર્યો છે. પરંતુ ફેન્સને કૃતિનું ચિત્તા સાથે ફોટો પડાવવો પસંદ નથી આવ્યો અને યુઝર્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

એક યુઝર્સે દાવો કર્યો છે કે ફોટા માટે ચિત્તાને ડ્રગ આપ્યો છે. તો બીજા યુઝર્સે કહ્યું કે, આ ખોટું છે. તે આપણો પાલતુ જાનવર નથી અને તમારો એન્ટરટેનર. આ પ્રકારની વસ્તુ કરવાનું બંધ કરી દો. ખૂબસૂરત વાઈલ્ડલાઈફની ઈજ્જત કરો. કૃતિને ટ્રોલ કરતાં કહ્યું, ‘આ જોઈને દુખ થાય છે કે જાનવરને લોકો પાલતુ સમજીને તેની સાથે ફોટો ક્લીક કરાવે છે.’

કેટલાકે તો તેને ઝાટકી નાખી છે, કહ્યું કે આ સારું નથી. તે જાનવરો સાથે ફોટો ક્લીક કરાવવા એક્સાઈટેડ હશે. પરંતુ આ ખોટું છે. એક સેલેબ્રિટી હોવાના કારણે તમારે આ વસ્તુને પ્રોત્સાહન આપવું ન જોઈએ. આ જોઈને લોકો જાનવરોને પાલતુ બનાવીને પૈસા કમાય છે.

આ વાત પર કૃતિએ સફાઈ આપતા કહ્યું કે, ચિત્તાને કોઈ પણ પ્રકારનો ડ્રગ આપવામાં નથી આવ્યો. તે અહીં જ મોટા થયા છે, આ નેશનલ પાર્ક છે, તેનો નેચરલ એન્વાયરમેન્ટ જ્યાં તે રહે છે. તે આ નેશનલ પાર્કમાં સુરક્ષિત છે. કૃતિની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો જલદી તે ફિલ્મ અર્જુન પાટિયાલામાં જોવા મળશે. આ ફિલ્મમાં કૃતિ સાથે દિલજીત દોસાંજ અને વરુણ શર્મા પણ જોવા મળશે. આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થશે.

Read Also

Related posts

રેડ બિકીનીમાં ઇશાનો સુપર હૉટ અવતાર, સેક્સી ફોટોઝમાં જુઓ બોલ્ડ લુક

Bansari

પેન્શન ધારકો આ રીતે ઑનલાઇન જમા કરી શકે છે જીવન પ્રમાણપત્ર, સરળ સ્ટેપ્સમાં જાણો પ્રોસેસ

Bansari

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!