GSTV

બોલીવુડ પર કોરોનાનો પ્રકોપ/ વરુણ ધવન અને નીતૂ કપૂર બાદ આ એક્ટ્રેસ સંક્રમિત, બે દિવસમાં ચોથો સેલેબ્રિટી આવ્યો કોરોનાની ઝપેટમાં

kriti

Last Updated on December 8, 2020 by Bansari

લૉકડાઉન બાદ ફરીથી પાટા પર આવેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ફિલ્મોનું શુટિંગ શરૂ કર્યુ જ હતું ત્યાં ધીરે ધીરે આ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યાં છે. જુગ- જુગ જિયો ફિલ્મના બે કલાકાર કોરોના સંક્રમિત થયા બાદ હવે પોતાની ફિલ્મનુ શુટિંગ કરી રહેલી એક્ટ્રેસ કૃતિ સેનન પણ કોરોના સંક્રમિત થઇ છે.

કૃતિ સેનન રાજકુમાર રાવ સાથે પોતાની આગામી ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. આ શુટિંગ ચંદીગઢમાં થઇ રહ્યું હતુ. જ્યારે કૃતિ સેનન મુંબઇ પરત ફરી ત્યારે તેનો રિપોર્ટ સામે આવ્યો અને તેમાં તે કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઇ. જણાવી દઇએ કે તેની પહેલા વરુણ ધવન અને નીતુ કપૂર પણ કોરોના સંક્રમિત થયા છે.

કૃતિએ પોતે કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી

કૃતિ સેનનના નજીકના સૂત્રોએ જણાવ્યું કે એક્ટ્રેસે સોમવારે પોતે કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી પરંતુ અત્યાર સુધી તે જાણકારી સામે નથી આવી કે કૃતિમાં કોરોનાના કેટલા લક્ષણો જોવા મળ્યા છે અને તેની તબિયત કેવી છે. જણાવી દઇએ કે કૃતિ સેનન, રાજકુમાર રાવ સાથે પોતાની આગામી ફિલ્મનું શુટિંગ ચંદીગઢમાં કરી રહી હતી. તેના શુટિંગનું શિડ્યુલ એક દિવસ પહેલા જ પૂરૂ થયુ હતું.

વરુણ ધવન, નીતૂ કપૂર અને મનીષ પૉલ પણ કોરોના સંક્રમિત

અભિનેતા વરૂણ ધવન તાજેતરમાં જ કોવિડ 19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તે હાલમાં આઇસોલેશનમાં છે. હવે વરુણે ખુદ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી છે. વરૂણ ધવનની કોરોના સંક્રમિત થયા બાદ ચાહકો તેની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વરૂણ ધવને સોશિયલ મીડિયા પર લખ્યું- ‘જ્યારે હું શૂટિંગમાંથી પાછો આવ્યો ત્યારે હું કોવિડ 19થી સંક્રમિત હતો. પ્રોડક્શન ટીમે તમામ સલામતીનાં પગલાં લીધાં હતાં, પરંતુ જીવનમાં કંઇપણ નિશ્ચિત નથી, ખાસ કરીને કોવિડ 19 ના કિસ્સામાં. તેથી વધુ સાવધ રહેવું. હું માનું છું કે હું વધુ સાવચેત રહી શકત. હું ગેટ વેલ સૂનના મેસેજ જોઈ રહ્યો છું. આભાર.’

જણાવી દઇએકે વરુણ ધવનની સાથે નીતુ કપૂર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ચંદીગઢમાં શુટ થઈ રહેલી ફિલ્મ જુગ-જગ જીયોમાં તેઓ સાથે કામ કરી રહ્યા હતા. તાજેતરમાં નીતુએ કોવિડ ટેસ્ટ કરતી વખતે તેનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું, સેફ્ટી ફર્સ્ટ. ફિલ્મ જુગ-જગ જિઓમાં અનિલ કપૂર, નીતુ અને વરૂણ ધવન ઉપરાંત કિયારા અડવાણી અને પ્રાજકતા કોલી પણ છે. આ સાથે જ અભિનેતા અનિલ કપૂરે ટ્વીટ કર્યું હતું કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કોરોના

જુગ જુગ જિયોની ટીમ પર હાલ કોરોના ત્રાટક્યો છે. વરુણ ધવન, નીતુ કપૂર, દિગ્દર્શક રાજ મહેતા પછી હવે મનીષ પોલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનીષ હાલ મુંબઇમાં છે. જોકે તે આઇસોલેશનમાં છે કે, હોસ્પિટલમાં છે તે  જાણકારી મળી નથી. એક રિપોર્ટના અનુસાર મનીષને હળવો તાવ આવતા તે મુંબઇ આવી ગયો છે. અહીં આવીને તેણે પોતાની કોવિડ ૧૯ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જણાવી દઇએ કે કિયારા અને પ્રજાકતાના રિપોર્ટ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. યુટી પ્રશાસનના બોલિવૂડ ફેસિલિટેશન સેલના નોડલ ઑફિસર હિતેશ ભારદ્વાજે જણાવ્યું હતું કે ઘણી ફિલ્મોના શૂટિંગની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે કોવિડ -19 ને લગતા માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. જો શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ હોય તો તેને નિયમોનું પાલન કરવું પડે છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેમની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો પહેલા મુલ્લાનપુરમાં કરાયું હતું. ત્યારબાદ ઝીરકપુરમાં એક લોકેશનમાં શૂટિંગ ચાલી રહ્યું હતું.

Read Also

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!