GSTV
Bollywood Entertainment

કાર્તિક આર્યન અને કૃતિ સેનને તેમના સંબંધને લઈ તોડી ચૂપ્પી, કહ્યું કે અમે બંને…

લુકા છુપી ફેમ કાર્તિક આર્યન અને કૃતિ સેનન એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે. રિયલ જિંદગીમાં પણ બંનેના સારા સંબંધ જ જોવા મળ્યા છે. જોકે બંને વચ્ચે થોડા દિવસ પહેલા અનબનના સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટસ્ અનુસાર લુકા છૂપીની સફળતાની ક્રેડિટ કાર્તિકને મળવાના કારણે એક્ટ્રેસ તેના કો-સ્ટારથી નારાજ છે.

જોકે કાર્તિકે આ વાતને અફવા કહી છે. તેણે કહ્યું કે બંને વચ્ચે કોઈ નારાજગી હતી જ નહીં. હવે એક્ટ્રેસે પણ આ વાત પર સ્પષ્ટતા કરી છે. એક એન્ટરટેનમેન્ટ વેબ સાઈટ સાથેના ઈન્ટરવ્યૂમાં કૃતિએ જણાવ્યું કે અમારી વચ્ચે ઘણી મજાક થાય છે. કેમકે અમને એવું લાગે છે કે અમને જસ્ટિફિકેશનની જરૂર નથી.

અફવા તો ક્યાંયથી પણ ઉડીને આવી શકે છે. એટલા માટે જ તેને અફવા કહે છે. તેણે કહ્યું કે અમારી વચ્ચે ફોન પર પણ મજાક ચાલતી હોય છે. ત્યારે આ અફવા આવી તો તેનું રિએક્શન હતું, ‘આ શું છે? આ ક્યાંથી આવ્યું?’ એક્ટ્રેસે કહ્યું, અમે એકબીજા સાથે ઘણા કુલ છીએ.

અમે અત્યારે પણ એવાજ છીએ જેવા પહેલા હતા. અમે અત્યારે પણ વાત કરીએ છીએ. એક વાત છે કે અમારી જિંદગીમાં અલગ-અલગ ફિલ્મમાં બિઝી છીએ. તો એટલો ટાઈમ નથી મળતો. પરંતુ ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા, ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોમેન્ટ થાય.

કાર્તિકની સાથે કામ કરવાની વાત કરી તો તેણે કહ્યું કે જરૂર કરીશ. કૃતિ હવે રોહિત જુગરાજની કોમેડી અર્જુન પટિયાલામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે દિલજિત દોસાંઝ અને વરુણ શર્મા છે.

Read Also

Related posts

યૂનિક નથી હોતા ઉર્ફી જાવેદનાં સુપરબોલ્ડ કપડાંસ, હોલિવુડ હિરોઇનની કરે છે સસ્તી નકલ

Hemal Vegda

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

‘વિક્રમ વેધા’ ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી ટીમ, સૈફ અલી ખાને કર્યો આ મજેદાર ખુલાસો

GSTV Web Desk
GSTV