GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભૂમિ પેડનેકરની રાહ પર કૃતિ સેનન, સરોગેટ મધર બનવા માટે વધાર્યુ આટલા કિલો વજન

બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અદાકારાઓમાંથી એક છે. આજકાલ કૃતિ પોતાની અપકમિગ ફિલ્મ ‘મિમી’ને લઇને ચર્ચામાં છે. પોતાની અપકમિંગ ફિલ્મ માટે કૃતિ ખૂબ જ મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં કૃતિના કિરદારની વાત કરીએ તો તે તેમાં સરોગેટ મધરના રોલમાં નજરે આવશે. લક્ષ્મણ ઉટેકર નિર્દેશિત મિમી માટે કૃતિ સેનન ખાસ તૈયારી કરી રહી છે. ફિલ્મની એક તસવીર આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ચાલો તમને જણાવીએ કે કૃતિએ આ મૂવી માટે શું ખાસ કામ કર્યુ છે.

ભૂમિ પેડનેકરની રાહ પર કૃતિ

કૃતિ સેનનની ફિલ્મ મિમીની જે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તે બેબી બંપ સાથે લૉનમાં બેઠેલી નજરે આવી રહી છે. તમને જાણીને નવાઇ લાગશે કે ફિલ્મમાં પોતાના કિરદારની ડિમાન્ડ પૂરી કરતાં કૃતિએ 15 કિલો વજન વધાર્યુ છે. તેના માટે તેણે ઘણી મહેનત કરી છે. સામાન્ય રીતે જોવા મળે છે કે ફિલ્મમાં વજન વધારવાની વાત પર એક્ટ્રેસ આનાકાની કરે છે. પરંતુ અહીં કૃતિએ પોતાના રોલ માટે રિસ્ક લીધું છે. કૃતિ પહેલાં ભૂમિ પેડનેકરે પોતાની ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ માટે પોતાનું વજન વધાર્યુ હતું.

મરાઠી ફિલ્મની રિમેક છે ‘મિમી’

જણાવી દઇએ કે લક્ષ્મણ ઉટેકર નિર્દેશિત ‘મિમી’ મરાઠી ફિલ્મ ‘મલા આઇ વ્હાચંય’ની રિમેક જણાવવામાં આવી રહી છે. આ ફિલ્મે નેશનલ અવોર્ડ પોતાના નામે કર્યો છે. ફિલ્મનું  પોસ્ટર જોઇને અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં કૃતિનો રોલ જબરદસ્ત હશે.

Read Also

Related posts

વલભીપુર પંથકમાં આવેલી ઘેલો અને કાળુભાર નદીઓમાં ઘોડાપુર, અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ

Nilesh Jethva

અરવલ્લીમાં એક પ્રેમી યુગલને તાલિબાની સજા ફટકારવામાં આવી, લાકડીઓ વડે ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ

Nilesh Jethva

ભાજપ પૈસા અને સતાના જોરે ધારાસભ્યોના સૌદા કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!