બોલિવૂડની એક્ટ્રેસ કૃતિ સેનન ક્યારેય પોતાના ફેન્સને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જતી નથી. તે હંમેશાં પોતાની સ્ટાઇલથી ફેન્સના દિલ જીતી લેતી હોય છે. પછી તેના સ્ટાઇલિશ લહેંઘા હોય કે સ્લટરી આઈ મેકઅપ હોય. કૃતિ સેનન હંમેશાં તેની સ્ટાઇલની ગેમ ઓન જ રાખે છે.

હાલ તો આપણે તેના પ્રાયોગિક બ્યૂટી લૂકમાંથી પ્રેરણા લઈ રહ્યા છીએ. આ માટે તેના કેટલાક બેસ્ટ મેકઅપ લૂક અહીં રજૂ કર્યા છે જેમાં બ્રેડથી લઈને બોલ્ડ રેડ લિપ્સનો સમાવેશ થઈ જાય છે.

કૃતિ સેનને તેના સ્ટાઇલિશ ગાઉન લૂકથી હંમેશાં ફેન્સના દિલ જીત્યા છે. તેણે ગ્રીન ગાઉનની સાથે શિમરી ગ્રીન બ્લૂ આઈનો પ્રયોગ કર્યો છે. જે તેણે ન્યૂડ લિપ્સ સાથે પૂરો કર્યો હતો.

એથનિક લૂક માટે તેણે સ્મોકી આઇઝ દ્વારા ફેન્સને ઇમ્પ્રેસ કર્યા હતા. જ્યાં તેણે સ્મોકી આઇઝ સાથે લોઅર લાઇનરથી લૂક કમ્પ્લીટ કર્યો હતો.

એક લૂકમાં તેણે બ્લેક અનારકલી ડ્રેસ સાથે રેટ્રો રોમેન્ટીક લૂક પણ બનાવ્યો હતો જ્યાં તેણે વિંગ આઇલાઇનર અને રેડ લિપ્સ સાથે લૂક આપ્યો હતો.

એક વાર તેણે શિમરી લૂક સાથે ગ્લેમ લૂક ફોલો કર્યો હતો. જ્યાં તેણે બ્લૂ લાઇનર અને શિમરી સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો.

ઉનાળામાં તમે બ્રેડ્સ સાથે ક્યારેય તમારા લૂકને ખોટો પુરવાર કરી શકો નહીં. કૃતિ સેનન હેર ડૂની સાથે ગિંધમ પ્રિન્ટ ટોપમાં જોવા મળી હતી.
Read Also
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….