GSTV

બોયફ્રેન્ડ સાથે બોલ્ડ લુકમાં આવી નજર ટાઈગરની બહેન, સીડનીમાં આ જગ્યાએ વેલેન્ટાઈન ડે મનાવ્યો

Last Updated on February 17, 2020 by Ankita Trada

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ઘણ વખત પોતાના બોલ્ડ લૂકને લઈને ચર્ચામા રહે છે. ઉલ્લેખનીય છે કે, પરિવારમાંથી પિતા અને ભાઈ અભિનેતા હોવા છતા કૃષ્ણાએ સિલ્વર સ્ક્રિનથી દૂર રહેવાનું પસંદ કર્યુ છે. જો કે, સોશિયલ મીડિયા પર તેણી હંમેશા છવાયેલી રહે છે અને પોતાના ફોટા શેર કરે છે. ત્યારે હાલમાં ફરીથી તેણી બોલ્ડ ફોટોને લઈને ચર્ચામાં આવી છે.

કૃષ્ણા શ્રોફ પોતાના બોયફ્રેન્ડ ઈબાન હેમ્સ સાથે વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ હતી. જેના કેટલાક ફોટાઓ કૃષ્ણાએ સોશિયલ મીડિયા પર શરે કર્યા છે. જેમાં કૃષ્ણા સિડનીમાં એક બીચ પર ઈબાન સાથે સમય વીતાવતી નજર આવી રહી છે. આ બંને સમુદ્રની લહેરોની વચ્ચે ફોટો માટે પોજ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કૃષ્ણાનો બોયફ્રેન્ડ ઈબાન પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે. ઈબાન ઓસ્ટ્રેલિયન નેશનલ બાસ્કેટબોલ લીગ પણ રમી ચૂક્યા છે. તે સિવાય ઈબાન ઓસ્ટ્રેલિયન બાસ્કેટબોલ અસોસિએશનનો ભાગ છે.

ફોટોમાં જોવા મળે છે કે, ઈબાન હેમ્સ અને કૃષ્ણા શ્રોફની બોન્ડિંગ ખૂબ જ જોરદાર છે. આ ફોટામાં બંને ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે. એક ઈન્ટર્વ્યુ દરમિયાન કૃષ્ણાએ ઈબના સાથેની પ્રથમ મુલાકાત વિશે કહ્યુ હતુ કે, અમારી મુલાકાત સોબો હાઉસમાં થઈ હતી. હુ તેમના એક મિત્રને ઓળખતી હતી અને હું મારા મિત્રને મળવા ગઈ હતી. ત્યારબાદ તે મિત્રએ ઈબાનને પણ ત્યા બોલાવી લીધો. જ્યાં અમે બંનેએ બાલ્કેટબોલ વિશે વાત કરી કારણ કે, અમને બંનેને તે ખૂબ જ પસંદ છે.

ઉલ્લેખનીય છે કે, કૃષ્ણાની પંસદથી તેમના માતા-પિતાને કોઈપણ પ્રકારનો વાંધો નથી. કૃષ્ણાએ કહ્યુ કે, મારા પેરેન્ટ્સ મારા નિર્ણય પર વિશ્વાસ કરે છે અને તેઓ પોતાના બાળકોને ખુશ જોવા માગે છે.

ટાઈગર શ્રોફની જેમ જ ફેન્સ કૃષ્ણાને પણ બોલીવુડમાં જોવા માગે છે, પરંતુ લાગે છે કે, કૃષ્ણાને ફિલ્મનો ભાગ બનવાની કોઈ ઉતાવળ નથી.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!