GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

6 વર્ષ બાદ આ લોકપ્રિય ટેલીવિઝન શૉ પર પડી જશે પડદો, એક્ટ્રેસે કર્યુ કન્ફર્મ

yeh Hai Mohabbatein


કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠીના પોપ્યુલર શૉ ‘યે હૈ મહોબ્બતે’ના ફેન્સ માટે માઠા સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શૉ જૂનમાં ઑફ એર થઇ જશે. આજકાલ શૉની ટીઆરપી પણ ઘટી ગઇ છે. મેકર્સ શૉને ચાલુ રાખવા માટે તમામ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લઇને આવી રહ્યાં છે. શૉમાં નવા કિરદારો અને નવા પ્લોટ પણ લાવવામાં આવ્યાં પરંતુ શૉની ટીઆરપી સતત ઘટી રહી છે.

હવે રિઝલ્ટ્સ જોતાં મેકર્સે શૉ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક અહેવાલ અનુસાર શૉમાં આલિયા ભલ્લાના કિરદારમાં જોવા મળતી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જીએ શૉના જૂનમાં ઑફ એર થવાની ખબરોને કન્ફર્મ કરી છે.

View this post on Instagram

Telenovela? #yhm Pc- @sanimohini

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

દુખ વ્યક્ત કરતાં એક્ટ્રેસે કહ્યું કે હું નથી જાણતી કે શૉ શા માટે બંધ થવા જઇ રહ્યો છે જ્યારે શૉને ઠીકઠાક ટીઆરપી મળી રહી છે. શૉ છોડવો ઘણો મુશ્કેલ છે. અહીં પણ આખી ફેમિલી છે અને પરિવારને છોડીને આગળ વધવું તકલીફ આપે છે. હું બધાને મિસ કરીશ. જણાવી દઇએ કે અગાઉ પણ એવી ખબરો હતી કે શૉ ફેબ્રુઆરીમાં બંધ થઇ જશે. પરંતુ તેને લઇને કોઇ ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું.

શૉનો ફર્સ્ટ એપિસોડ 3 ડિસેમ્બર 2013ના રોજ ઓનએર થયો હતો. શૉ 6 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. શરૂઆતમાં ઇશિતા અને રમનની લવ સ્ટોરી દર્શાવવામાં આવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

Read Also

Related posts

EPF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આ દસ્તાવેજો છે જરૂરી, મળી શકશે આટલા રૂપિયા

Mansi Patel

જ્યારે ધોનીએ દાદાને કહ્યું – ‘તમે કરો કેપ્ટનશિપ’, આશ્ચર્યચકિત થઈ ગયા હતા ગાંગુલી

Ankita Trada

ENG vs WI: સાઉથેમ્પ્ટનમાં ઇંગ્લેન્ડનો પરાજય, વેસ્ટઈન્ડીઝના વિજયમાં બ્લેકવુડ ચમક્યો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!