GSTV

જન્માષ્ટમી: મથુરામાં જન્મ લેવાની તૈયારીમાં છે ભગવાન કૃષ્ણ, ભક્તો કરી શકશે ઓનલાઈન દર્શન

કોરોના કાળમાં પણ સમગ્ર દેશમાં અનેક જગ્યાએ જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ રહી છે. જો કે, કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટેન્સીંગનું પાલન પણ થઈ રહ્યુ છે. શ્રદ્ધાળુઓના મંદિર પ્રવેશ પર પ્રતિબંધની વચ્ચે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી મનાવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, જગન્નાથપુરી, બનારસ અને ઉજ્જૈનમાં જન્માષ્ટમી ગત રોજ મંગળવારના રોજ મનાવામાં આવી હતી. તો વળી મથુરા અને દ્વારિકામાં આજે જન્માષ્ટમી ઉજવાઈ રહી છે.

મથુરામાં પ્રશાસન અને તમામ મંદિરના સંચાલકોએ અને ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે કોરોનાના કારણે તમામ પ્રકારના દિશાનિર્દેશોના પાલન થઈ રહ્યા છે. નિયમોને જોતા તીર્થસ્થળો અને મંદિરો 10 ઓગસ્ટથી બપોરે 12 કલાકથી 13 ઓગસ્ટ બપોર સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રાખ્યા છે.

ભક્તો કરી શકશે ઓનલાઈન દર્શન

કોરોનાના સંક્રમણના કારણે મથુરામાં જન્મભૂમિ સ્થળ પર જઈ આનંદ લઈ શકાશે નહીં. આ વખતે ભક્તો મંદિર ભલે ન જઈ શકે, પણ તેઓ ઓનલાઈન દર્શન કરી શકશે.

અષ્ટમી તિથીમાં ભગવાને લીધો જન્મ


હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના 8માં અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથી અને રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિના રોજ ભગવાન કૃષ્ણએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં જન્મ લીધો હતો. તેમના આગમન દિવસની ખુશીમાં દર વર્ષે આ તિથીએ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે.

READ ALSO

Related posts

ખેડૂત બિલ : મોદી સરકાર સામે એક સાથે 18 પાર્ટીઓએ છેલ્લો દરવાજા ખખડાવ્યો

pratik shah

સ્કૂલમાં ધોરણ 9થી 12માં એડમિશન લેવું છે તો આ છે અંતિમ તારીખ, સરકારે ડેડલાઈન જાહેર કરી

pratik shah

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!