GSTV
Home » News » ગુજરાતના આ 14 જિલ્લામાં ખેતીમાં ભારે નુક્સાન, હવે થશે ખેડૂતો પર આ અસર

ગુજરાતના આ 14 જિલ્લામાં ખેતીમાં ભારે નુક્સાન, હવે થશે ખેડૂતો પર આ અસર

ગુજરાતમાં 15.52 લાખ હેક્ટરમાં મગફળી અને 26.68 લાખ હેક્ટર કપાસનું વાવેતર 2019ના ખરીફ ઋતુમાં થયું હતું જેમાં ચોમાસુ પૂરું થયું છતાં કમોસમી વરસાદ ચાલુ રહેતા અને લીલો દુષ્કાળ પડતાં 41 લાખ હેક્ટરમાંથી 20 લાખ હેક્ટર પાક સદંતર ખરાબ થઈ ગયો છે. ઉપરાંત કૂલ મળીને ગુજરાતમાં 87 લાખ હેક્ટરમાં 20 જેટલા મુખ્ય પાકોનું વાવેતર થયું હતું. જેમાં 50 ટકા વિસ્તારમાં કપાસ અને મગફળી વાવવામાં આવી હતી. જેમાં 50 ટકાથી વધું ખરાબ થઈ ગઈ છે. ખેડૂતો ફરી એક વખત બેહાલ થયા છે. કપાસ અને મગફળીમાં સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્રને અને અરંડીમાં સૌથી વધું ઉત્તર ગુજરાતને પડ્યો છે. અગાઉ વરસાદના કારણે કપાસનું ઘણા સ્થળે બે વખત બિયારણ વાવવું પડ્યું હતું. ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. અતિ વરસાદ એટલે કે લીલો દુકાળ ખેડૂતોને ભરડો લીધો છે.

ખેતીવાડીને અસરકર્તા 9 મુખ્ય પરિબળો 

સપ્ટેમ્બરના અતમાં જ ગુજરાતમાં લીલો દુકાળ થતાં 15થી 17 ટકા પાકને નુકસાન થયું હતું. છતાં ત્યારે પણ ગુજરાતની સંવેદનશીલ નહીં પણ નિષ્ઠુર વિજય રૂપાણીની સરકાર કોઈ જાહેર કે સહાય કરી ન હતી. આજે પણ કરી નથી. એવું ખેડૂતો માની રહ્યાં છે. 50 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરમાં 50 ટકા પાક ધોવાઈ ગયો છે કે ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. કપાસ અને મગફળીની ગુણવત્તા બગડતાં ખેડૂતોને પાકના નીચા ભાવ મળી રહ્યાં છે.

2 વર્ષ સુધી પાણી ન ખૂટે એટલું પાણી

ગુજરાતમાં હાલમાં લીલો દુકાળ શરૂ થયો છે. અણધાર્યા, એકાએક અને સતત વરસેલા વરસાદે ખરીફ સિઝનની હાલત ખરાબ કરી દીધી છે. વરસાદે રવી ઋતુ માટે ઉજ્જવળ તક ખરાબ કરી છે. રાજ્યમાં 2 વર્ષ સુધી પાણી ન ખૂટે એટલું પાણી છે. રાજ્યમાં લીલા દુકાળ જેવી સ્થિતિ વચ્ચે સરકાર ભલે ન સ્વીકારે પણ સૌથી વધારે ખરાબ હાલત કપાસ, તેલીબિયાં, શાકભાજી અને કઠોળ પાકની છે. કાપણી થવાની હતી ત્યારે જ પાક ખરાબ થયો છે.

મગ, અડદ અને તલમાં ભારે નુક્સાની

રાજ્યમાં સૌથી વધારે અસર ખરીફ કઠોળ પાકને થઈ છે. મગ અને અડદ હાલમાં કાપણીના સ્ટેજે હોવાથી વરસી રહેલા વરસાદે આ પાકમાં 25 ટકાનું નુક્સાન પહોંચાડ્યું છે. રાજ્યમાં સરકારે આ પાકોના ઉત્પાદનના આંક 60 હજાર ટન અને 50 હજાર ટન મૂક્યા હતા. જેમાં મોટો ઘટાડો આવશે. તેલીબિયાં પાક ગણાતા તલમાં મોટાભાગના તલની ગુણવત્તા બગડી છે. રાજ્યમાં આ પાકની વાવણી 1.16 લાખ હેક્ટરમાં થઈ હતી. જેમાં 30થી 40 ટકા નુકસાનીનો અંદાજ છે. કેળ, પપૈયા, લીંબુ સહિતના પાકોને અસર પહોંચી છે. બાજરીની ખરીફ સિઝનમાં 1.73 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. આ પાક હાલમાં કાપણીની સ્ટેજ પર હોવાથી ડૂંડા બંધાવા સમયે જ વરસાદથી ઉભો પાક ઉગી જવાની સાથે ગુણવત્તા બગડવાની પૂરી સંભાવના છે. રાજ્યમાં બાજરીના પાકમાં 10થી 15 ટકા નુક્સાની થઈ શકે છે. શાકભાજી પાકોમાં આ વરસાદે ભારે અસર કરી છે. ટામેટાં અને ડુંગળીની ઊંચા ભાવો એ લીલા દુકાળને જ આભારી છે.  

આ જિલ્લાઓમાં સૌથી વધારે અસર

વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, મહિસાગર, નવસારી, તાપી, સુરત, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદના કારણે પાકને મોટાપાયે નુક્સાનીના અહેવાલો છે

READ ALSO

Related posts

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari

નાસ્તાના શોખિન ગુજરાતીઓને કેન્સર સહિત અનેક રોગો થવાના આ છે કારણો, આપે છે રોગને આમંત્રણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!