GSTV

જો આજે બાલા સાહબ ઠાકરે હોત તો….. સમીર વાનખેડેની પત્નીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર

Last Updated on October 28, 2021 by pratik shah

ડ્રગ્સ કેસને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાના પર છે. ત્યારે હવે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરીમાની સાથે રમત રમાઈ રહી છે, મજાક ઉડાવી રહ્યા છે. આજે બાલાસાહેબ ઠાકરે હોતતો તેમને આ મંજૂર ના હોત.

સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, માનનીય ઉદ્ધવજી બાળપણથી મરાઠી માણસના ન્યાય હક માટે લડનારી શિવસેનાને જોઈને હું એક મરાઠી યુવતી મોટી થઈ છું. બાલા સાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજી પાસેથી શીખી કે કોઈના પર અન્યા ન કરો અને પોતાના પર અન્યાય સહન ન કરો. તેને અનુસંધાને આજે હું એકલી જ મારા અંગત જીવન પર હુમલો કરનારા લોકો સામે મજબૂતીથી ઉભી છું અને લડી રહી છું.

સોશિયલ મીડિયા પર ઉપસ્થિત લોકો ફક્ત મજા જોઈ રહ્યા છે

વધુમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઉપસ્થિત લોકો ફક્ત મજા જોઈ રહ્યા છે. હું એક કલાકાર છું, રાજકારણ મને સમજાતું નથી અને મારે તેમાં પડવું પણ નથી, આપણો કોઈ જ સંબંધ ન હોવા છતાં દરરોજ સવારે મારી ઈજ્જત ઉતારવામાં આવે છે. શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે. મજાક થઈ રહી છે. આજે બાલા સાહેબ હોત તો નિશ્ચિતપણે તેમને આ મંજૂર ન હોત.

એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે

ક્રાંતિએ લખ્યું હતું કે, એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે. તે તેમના વિચારો દ્વારા દરરોજ આપણા સુધી પહોંચી રહ્યું છે. આજે તેઓ નથી પરંતુ તમે છો. અમે તમારામાં તેમનો પડછાયો જોઈએ છીએ. તમે અમારૂં નેતૃત્વ કરી રહ્યા છો અને મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમે કદી મારા પર અને મારા પરિવાર પર અન્યાય નહીં થવા દો. આ સંપૂર્ણ વિશ્વાસ હોવાના કારણે એક મરાઠી વ્યક્તિ હોવાના નાતે આજે તમારા સામે અપેક્ષા સાથે જોઈ રહી છું. તમને વિનંતી છે કે, આવીને ન્યાય કરો.

READ ALSO

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!