GSTV
Home » News » શાહરૂખ ખાને આ ફિલ્મના શુટિંગમાં મોતને આપી હતી હાથતાળી, થોડાકમાં જ બચી ગયો હતો જીવ

શાહરૂખ ખાને આ ફિલ્મના શુટિંગમાં મોતને આપી હતી હાથતાળી, થોડાકમાં જ બચી ગયો હતો જીવ

કોયલા ‘1990 માં કેવિન કોસ્ટનરની અભિનીત હોલીવુડ મૂવી’ રીવેન્જ ‘દ્વારા પ્રેરિત હતી. જો કે, રાકેશ રોશનએ આ પ્રકારની પ્રેરણાનો ક્યારેય ઉલ્લેખ કર્યો નથી. તેમણે જણાવ્યું હતું કે ” કરણ અર્જુન બનાવવા પછી તે સમજી શકતા નહોતા કે શું બનાવીએ, કારણ કે તેમની પાસે વાર્તા ન હતી. તેઓવિચારી રહ્યા હતા કે તેમની બીજી ફિલ્મ ‘કારોબારીની’ સ્ટોરીની સેટિંગ માટે ખંડલા જવાનું થયું હતું. ત્યારે એક સવારે તેઓ વોક પર નિકળ્યા અને તેમને આ વિચાર મળ્યો. એક ગુંગો યુવાન અને એક ગામની ભોળી છોકરી વચ્ચેની લવ સ્ટોરી તેમણે ફિલ્મમાં પૃષ્ઠભૂમિ માટે કોલસા ખાણો રાખી હતી.

જ્યારે આ ફિલ્મનું ગીત ‘દેખા તુજે તો, હો ગઈ દિવાની’ ઘણું હિટ થયું હતું. જ્યારે ફિલ્મમાં ઘણા ગીતોમાં સંગીતકાર રાજેશ રોશનને મુખ્યત્વે માટલાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે માટલાની ધુન પાછળ આધુનિક સાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે સન્નીદેઓલ એક નાયક તરીકે રાકેશ રોશન પ્રથમ પસંદગી હતી. ત્યારે કોયલા એક મોટી એક્શન ફિલ્મ હતી. ત્યારે ‘બોડીગાર્ડ’, ‘જીત’, ‘ધાતક જેવી ફિલ્મોમાં સન્ની કોઈ સિવાય બીજો કોઈ એક્શન હીરો,નહતો.. પરંતુ કેટલાક કારણોસર તેઓએ આ ફિલ્મ કરી નહી.

જ્યારે એક સીનમાં શંકરની ભૂમિકામાં શાહરુખ આગળ આગળ દોડી રહ્યા હતા.અને હેલિકોપ્ટર દ્રારા તેમનો પીછો કરવામાં આવી રહ્યો હતો. તે દ્રશ્યમાં હેલિકોપ્ટરને શાહરૂખના નજીકથી નિકળવાનું હતું અને તેમને એક સ્ટંટ કરવાનો હતો. પાઇલટની લાપરવાહીથી તેમના માથાની ખૂબ નજીક હેલિકોપ્ટર લાવ્યો હતો. શાહરૂખને તેમના માથા પાછળ કંઈક અહેસાસ થયો હતો. તેમણે સ્ટંટ કર્યો અને તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારે ક્રુ મેમ્બરને લાગ્યું કે હેલિકોપ્ટરએ તેમને ટક્કર મારી હતી. દરેક લોકોના હોશ ઉડીગયા હતા. તેઓ દોડીને આવ્યા પરંતુ શાહરૂખ બાલ બાલ બચી ગયા હતા.

જ્યારે ફિલ્મમાં એક દ્રશ્યને જોઈને, પ્રેક્ષકોનાં રૂવાટાં ઉભા થયા હતા. જ્યાં શાહરૂખના શરીર પર આગ લાગી છે અને તેઓ દોડી રહ્યા હતા. ત્યારે આ સ્ટન્ટ્સ તેમણે પોતે કર્યો હતો. તેના શરીર પર આગ સુયોજિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે સ્ટંટસમેન ચહેરા પર માસ્ક સાથે આગનો સીન કરે છે. પરંતુ તેમણે માસ્ક વિના કર્યો હતો. તેણે ફાયર પ્રૂફ કપડાં પહેર્યા હતા અને વોટર જેલ લગાવીને રાખ્યું હતું. પણ આ વસ્તું 15 સેકંડ માટે વ્યક્તિને સુરક્ષિત રાખી શકે છે. જ્યારે શાહરુખે આ દ્રશ્ય પર છેલ્લો ટેક આપ્યો ત્યારે તેમની શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થઈ હોત. તેમણે જણાવ્યું હતું.

READ ALSO

Related posts

પીએમ બનવાની દોડાદોડીમાં સીએમ પણ ન રહ્યાં : આપી દેવું પડ્યું રાજીનામુ

Nilesh Jethva

દુનિયાના ઘણા દેશોએ GST લાગુ કર્યા પછી ગુમાવી છે સત્તા, તો PM મોદીએ એવું તો શું કર્યું કે ફરી બની ગયા સત્તાના સમ્રાટ

Arohi

મોદી અને અમિત શાહે લીધા અડવાણીના આશિર્વાદ, અડવાણીએ કહ્યું, ‘દિલથી શુભકામના’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!