GSTV

આજે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે, આ છે તેમના કાર્યક્રમનું લિસ્ટ

Last Updated on December 29, 2018 by Karan

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ કચ્છના ધોરડોની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સાસણગીરની મુલાકાત લેશે. રાજ્યમાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રપતિની મુલાકાત મહત્વની માનવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ કોવિંદ સાથે પ્રવાસન મંત્રી ગણપત વસાવા પણ હાજર રહેશે. તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. વેંકૈયા નાયડુ એબીવીપીના અધિવેશનમાં હાજરી આપીને વિદ્યાર્થી સંગઠનને સંબોધશે.

મહામહીમ રાત્રિ રોકાણ ટેન્ટ સિટી માં જ કરશે

ભારતના રાષ્ટ્રપતિ તે દેશ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણ-ઉત્સવની મુલાકાત લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા પણ જોડાશે. રાષ્ટ્રપતિ ધોરડો હેલીપેડથી ટેન્ટ સિટી જશે. ત્યારબાદ તેઓ સફેદ રણમાં સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ કચ્છના રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યા  બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. ત્યારબાદ, મહામહીમ રાત્રિ રોકાણ ટેન્ટ સિટી માં જ કરશે. તારીખ ૩૦મીની સવારે બીજા દિવસે સફેદરણમાં વહેલી સવારે સૂર્યોદય નો અનુભવ કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિશ્રી ધોરડોથી નીકળી સાસણગીર જવા રવાના થશે.

આ વર્ષે 5 કરોડ પ્રવાસીઓ ગુજરાત આવ્યા

વર્ષ ૨૦૧૭-૧૮ માં રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા ૫ કરોડને વટાવી ચુકી છે. તેમજ રણઉત્સવમાં લગભગ ૫ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાંથી 75000 જેટલા પર્યટકોએ ટેંટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જેના થકી રાજયમાં પ્રવાસનને વેગ મળ્યો છે અને પ્રવાસન ધોરડોની આસપાસ લગભગ 787 જેટલા તંબુઓ, ભુંગાઓ અને અન્ય આવાસોનો સમાવેશ થાય છે. રણ ઉત્સવથી સ્થાનિક કારીગરોમાં  રોજગારી વધે છે અને રણોત્સવ – સ્થાનિક કારીગરો અને મુલાકાતીઓ વચ્ચે આદાન – પ્રદાન કરવાનું છે.

કચ્છમાં ઉભી કરાઈ છે આ સુવિધાઓ

આ ઉપરાંત ફૂડ માર્કેટ , ક્રાફ્ટ માર્કેટ , મીની સિનેમા , ગેમિંગ ઝોન , કીડ્ઝ રાઇડ્સ , એડવેન્ચર ઝોન , લાઈબ્રેરી , યોગા , કેમલ કાર્ટ , તથા રણ સફારી માટે પણ અનેક પ્રવૃત્તિઓ  પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી છે. ધોરડો ખાતે આ ટેન્ટ સીટી માં સુરક્ષા નો પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, રાજ્ય નું પોલીસ તંત્ર , ખાનગી સિક્યોરીટી અને ક્લોઝ સર્કીટ કેમેરા દ્વારા આ ટેન્ટસીટી ને સંપૂર્ણ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે , 24 કલાક ડોક્ટર સાથે ની મીની હોસ્પિટલ ઉપરાંત સીનીયર સિટીઝન્સ માટે ગોલ્ફ કાર ની વ્યવસ્થા પણ અહી કરવામાં આવી છે. આ રણ ઉત્સવને કારણે પ્રવાસીઓ દ્વારા કરાતા ખર્ચથી અનેક સ્થાનિક લોકોના ધંધા રોજગારને વેગ મળ્યો છે, જેથી આવકમાં વધારો થયો છે. સ્થાનિક લોકોમાં એજ્યુકેશન અને  હેલ્થને લઈને સજાગતા પ્રસરી છે.

Related posts

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

લાલિયાવાડી / સુરતની 20 ટકા હોસ્પિટલોનું બાંધકામ ગેરકાયદેસર, 237 હોસ્પિટલોમાં BUC ન હોવાથી રિપોર્ટ છેક ગાંધીનગર પહોંચ્યો

Dhruv Brahmbhatt

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!