GSTV
Gujarat Government Advertisement

SBI બાદ હવે ખાનગી ક્ષેત્રની આ બેંક ગ્રાહકો માટે લાવી છે મોટી ભેટ, આપી રહી છે વિવિધ પ્રકારની ઓફર્સ

Last Updated on October 17, 2020 by Mansi Patel

તહેવરોના સીઝનની શરૂઆત થઈ ચુકી છે. તેને જોતા દેશની ખાનગી અને સરકારી બેંકો પોતાના ગ્રાહકોને વિવિધ પ્રકારની ઓફર્સ આપી રહી છે. ત્યારે હવે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે પણ એક તહેવારી ઓફર લોન્ચ કરી છે.

જો કે, ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે હોમ લોન ઉપર વ્યાજ દર ઘટાડીને સાત ટકા કરી દીધાં છે. તે બજારમાં સૌથી વધારે હિસ્સો ધરાવતી ભારતીય સ્ટેટ બેંકની બરાબર છે. કોટક બેંકે પોતાના તહેવારી ઓફર ખુશી કા સીઝન હેઠળ ઘણી ઓફરો મુકી છે.

ખુશી કા સીઝન ઓફમાં લોન ઉપર પ્રોસેસિંગ શુલ્કમાં છુટ સિવાય રિટેલ અને એગ્રી લોન ઉત્પાદો ઉપર ઝડપથી ઓનલાઈન મંજૂરીનો સમાવેશ થાય છે. કોટક બેંક પોતાના કસ્ટમર્સને સેવિંગ એકાઉન્ટ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ્સ અને નો કોસ્ટ ઈએમઆઈ પેમેન્ટ્સ માટે આ ઓફર રજૂ કરવામાં આવી છે.

કોટકે પોતાની ઓફર્સને લઈને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ સાથે મળીને આ ઓફસ રજૂ કરી છે. આ ઓફર કોટકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડહોલ્ડર્સ માટે ઉપલબ્ધ રહેશે. કોટકે પોતાના ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કીંદ અને મોબાઈલ બેન્કીંગ ચેનલના માધ્યમથી પેમેન્ટ ઉપર આકર્ષક ડીલ રજૂ કરી છે.

કોટક મહિન્દ્રા બેંકના કન્ઝ્યુમર બેંકીંગના પ્રમુખ શાંતિ એકમ્બરમે જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાને સ્થિર રીતે સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. ગ્રાહકોનો ભરોસો અને માગનો શરૂઆતી સંકેત દેખાઈ રહ્યાં છે. આ ઓફર આગલા એક મહિના સુધી રહેશે અને ગ્રાહકોની જરૂરીયાતોને પૂરી કરાશે.

Gujarat Government Advertisement

Related posts

જ્યોતિષ: આ રાશિની મહિલાઓ બને છે સારી એવી લીડર, દુનિયાના ટોપ પદ પર કબ્જો જમાવાની ધરાવે છે ક્ષમતા

Pravin Makwana

ટ્રાયલ શરુ/ દુનિયામાં આવી રહી છે કોરોનાની સુપર વેક્સિન, ના વેરિયન્ટની ઝંઝટ, ના મહામારીનો રહેશે ભય

Harshad Patel

અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત પર મળી રહ્યો છે એપલનો સૌથી પોપ્યુલર iPhone, જાણો ઓફર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!