જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કોટક મહિન્દ્રા બેંકે વ્યાજદરોમાં કટૌતી કરી છે. જે બાદ કોટક મહિન્દ્રા બેંકની હોમ લોન SBIથી પણ સસ્તી થઈ ગઈ છે.
સાકાર થશે ઘર ખરીદવાનું સપનું
કોટક મહિન્દ્રા બેંકે પોતાના વ્યાજદરોમાં વધારે ઘટાડો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક 6.75 ટકાના દરથી પણ ઓછા દરમાં હોમ લોન આપી રહી છે જે સૌથી સસ્તી છે. કોટક મહિન્દ્રા બેંકના ડિઝિટલ પ્લેટફોર્મ પર KOTAK DIGI HOME LOAN ફીચર દ્વારા હોમ લોનનું આવેદન કરી શકો છો. કેટલી લોન પર કેટલુ વ્યાજ દર હશે તેની માહિતી પણ ઑનલાઈન મળી જશે.
SBIથી પણ સસ્તી હોમ લોન
કોટક મહિન્દ્રા બેંકના વ્યાજદર SBIથી પણ ઓછા છે. SBI 6.8 ટકા દરથી હોમ લોન આપી રહી છે. જયારે કોટક મહિન્દ્રા બેંક 6.75 ટકાના દરે હોમ લોન દેવાની વાત કરી રહી છે. સસ્તા હોમ લોનની સુવિધા નવા અને અસ્તિત્વમાં બંને રીતે ગ્રાહકો માટે છે. Kotak Digi Home Loan ઓનલાઈન જ ક્રેડિટ મુલ્યાંકન કરે છે. અને અરજદારને આ માહિતી મળી જાય છે કે તેને ક્રેડિટના હિશાબથી તેને કેટલી રાશિની લોન મળી શકે છે. જે ઉપરાંત લોનના વ્યાજદર, લોનની અવધિ અને EMI સહિતની જાણકારી આપવામાં આવે છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય