GSTV

કોટક બેન્ક ખરીદી રહી છે ઇન્ડસઇંડ બેંક, આખરે વિવાદ વધતાં બેન્કે કરી આ સ્પષ્ટતા

ઇન્ડસઇંડ બેંકે એવી સ્પષ્ટતા કરી હતી કે અમારી કોટક મહીન્દ્રા બેંક સાથે કોઇ વાટાઘાટ ચાલી રહી નથી. બજારમાં એવી અટકળો ફેલાઇ હતી કે કોટક મહીન્દ્રા બેંક ઇન્ડસઇંડ બેંક કબજે કરવાના પ્રયાસોમાં હતી.

બેંકનું મૂડીરોકાણ 50,000 કરોડ રૂપિયા

કોટક મહીન્દ્રા બેંક ખાનગી બેંક છે અને એનું મૂડી રોકાણ 2.75 લાખ કરોડ રૂપિયા છે જ્યારે ઇન્ડસઇંડ બેંકનું મૂડીરોકાણ 50,000 કરોડ રૂપિયા છે. ઇન્ડસઇંડ બેંકે નેશનલ સ્ટોક એક્સચેંજને મોકલેલા પત્રમાં એવી સ્પષ્ટદતા કરી હતી કે કોટક મહીન્દ્રા બેંક સાથે અમારી બેંક વેચવાના મુદ્દે કોઇ વાટાઘાટ ચાલી રહી નથી. આ પ્રકારના અહેવાલો નર્યો ભ્રમ છે. આ અહેવાલો ખોટા હતા.

એકદમ પ્રાથમિક તબક્કામાં હતી

આ સોદાબાજી સાથે સંકળાયેલા સૂત્રોએ પોતાની ઓળખ છૂપાવીને કહ્યું હતું કે વાસ્તવમાં આ સોદાની વિગતો હજુ એકદમ પ્રાથમિક તબક્કામાં હતી. હાલ એ વિશે કોઇ નક્કર માહિતી આપી શકાય એમ નથી.

આખી વાત નાપાયાદાર અને ખોટી હતી

એક વાત નક્કી હતી કે કોટક મહીન્દ્રા બેંક ઇન્ડસઇન્ડ બેંક ખરીલી દે તો રિટેલ સેગમેન્ટમાં કોટક મહીન્દ્રાનું સ્થાન હાલ છે એના કરતાં વધુ સુદ્રઢ થઇ જવાની પૂરી શક્યતા હતી જો કે ઇન્ડસઇન્ડ બેંકની સંચાલક ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડીંગ્સ લિમિટેડે આ સમાચારને સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે આ નરી અફવા છે. આખી વાત નાપાયાદાર અને ખોટી હતી.કોટી ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડીંગ્સ હિન્દુજા ભાઇઓ અને અન્ય સફળ એનઆરઆઇ ભારતીયો ચલાવી રહ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!