GSTV
Business India News Trending

Creative Farming: કોટાના ખેડૂતે વિકસાવી કેરીની એવી જાત જે આપશે 12 મહિના ફળ, ખેડૂતોને થશે મોટો ફાયદો

રાજસ્થાનના કોટા નિવાસી 55 વર્ષીય ખેડૂત શ્રીકૃષ્ણ સુમનએ કેરીની એક નવી જાતિ વિકસિત કરી છે જેમાં નિયમિત આખું વર્ષ કેરીનો પાક થાય છે. કેરીની જાત ફળમાં જોવા મળતી મોટાભાગની બીમારીઓ અને સામાન્ય ખરાબીઓથી પણ મુક્ત છે.

આ જાતની કેરીઓ સ્વાદમાં વધુ મીઠી અને દેખાવમાં લંગડા કેરી હોય છે અને અંબાનું ઝાડ નાના કદનું હોય છે. જેને લીધે આ પ્રકારની કેરીનો આંબો કિચન ગાર્ડનમાં લગાવવા માટે બેસ્ટ ચોઈસ બની શકે છે.તેનું ઝાડ ઘણું ઘનઘોર હોય છે અને કેટલાંક વર્ષો સુધી તેને કુંડામાં પણ ઉછેરી શકાય છે.ઉપરાંત તેનું ફળ ઘાટા કેસરી રંગનું હોય છે અને સ્વાદમાં મીઠું હોય છે. તેના ફળમાં ઘણું જ ઓછું ફાયબર હોય છે જે અન્ય જાતની કેરીઓ કરતા અલગ છે. પોશાક તત્વોથી ભરપૂર આ કેરી સ્વાસ્થ્ય માટે પણ ભણી લાભદાયક માનવામાં આવે છે.

કેરીની આ નવી જાત તૈયાર કરનાર ગરીબ ખેડૂત શ્રીકૃષ્ણએ બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. બાદમાં તેમણે અભ્યાસ છોડી દીધો હતો અને પોતાનો કૌટુંબિક ધંધો માળીકામ શરૂ કરી દીધું હતું. તેમનો રસ બાગાયતી ખેતી તરફ અને ગાર્ડનિંગમાં વધુ હતો. જયારે તેમનો પરિવાર મોટાભાગે ઘઉં અને અનાજની ખેતી જ કરતો હતો. તેમણે જાણી લીધું કે ઘઉં અને અનાજની સારી પેદાશ મેળવવા માટે બહાર કેટલાંક તત્વો જેવા કે વરસાદ, પશુઓની ત્રાસ વગેરે જેવી બાબતો અસર કરશે અને તેનાથી માર્યાદિત લાભ જ મળશે.

તેમણે પરિવારની આવક વધારવા માટે ફૂલોની ખેતી શરૂ કરી. સૌથી પહેલા તેમને જુદા જુદા પ્રકારના ગુલાબની ખેતી કરી અને તેને બજારમાં વેચ્યા. તેની સાથે જ તેમણે અંબાના ઝાડ લગાવવાની શરૂઆત પણ કરી.

વરહ 2000માં તેમને પોતાના બગીચામાં એક એવું ઝાડ જોયું જેની વધવાની ઝડપ ઘણી વધુ હતી, તેના પાંદડા ઘાટા લીલા રંગના હતા. તેમણે જોયું કે આ ઝાડ પર બારે માસ બોર આવે છે. ત્યાર બાદ તેમને આંબાના ઝાડની પાંચ કલમ તૈયાર કરી. આ જાતને વિકસિત કરવા માટે તેમને લગભગ 15 વર્ષ લાગ્યા અને આ દરમ્યાન તેમણે કલમ કરીને ઉછરેલા છોડની સુરક્ષા અને વિકાસ પણ કર્યો. તેમને જોયું કે કલમ કર્યાના બીજા જ વર્ષે તેમાં ફળ લાગવાના શરૂ થઇ ગયા.

આ નવા પ્રકારની જાતને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF)ઇન્ડિયાએ પણ માન્યતા આપી છે. એનઆઇએફ ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ એક સ્વાયત્ત સંસ્થાન છે. એનઆઇએફએ ઇન્ડિયન કોઉન્સિલ ઓફ એગ્રિકલચરલ રિસર્ચ (ICAR) -રાષ્ટ્રીય બાગબાની સંસ્થાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલચર રિસર્ચ (IIHR) બેંગ્લોરને પણ આ જાતનું સ્થળ નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરવાની સુવિધા કરી. ઉપરાંત, રાજસ્થાનના જયપુરના જોબનર ખાતે આવેલ એસકેએન એગ્રિકલચર યુનિવર્સીટીએ આની ફિલ્ડ ટેસ્ટિંગ પણ કરી. હવે, આ પ્રજાતિના છોડ અને ખેડૂત અધિકાર સંરક્ષણ અધિનિયમ અને આઈસીએઆર – નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જિનેટિક રીસોર્સીસ (એનવીપીજીઆર) નવી દિલ્હી હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

શ્રીકૃષ્ણ સુમનને 2017થી 2020 સુધી દેશ ભરમાંથી અને અન્ય દેશોમાંથી સદાબહાર કેરીના છોડના 8 હજારથી વધુ ઓર્ડર મળી ચુક્યા છે. તે 2018થી 2020 સુધી આંધ્રપ્રદેશ ગોવા બિહાર છતીગઢ ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ ઝારખંડ કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા પંજાબ રાજસ્થાન તામિલનાડુ ત્રિપુરા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ દિલ્હી અને ચંદીગઢને 6000 છોડ પહોંચાડી શક્યા છે. 500થી વધુ છોડ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને અનુસંધાન સંસ્થાનોમાં પોતે છોડ લગાવી ચુક્યા છે. આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ ગુજરાતના જુદા જુદા અનુસંધાન સંસ્થાનોને પણ 400થી વધુ કલમ મોકલી ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મારી પત્ની પણ આટલા ઠપકા આપતી નથી : LG સાહેબ થોડુ ચિલ કરો અને તમારા સુપર બોસને પણ કહો કે થોડુ ચિલ કરે

Hemal Vegda

ભારતમાં ખાંડની નિકાસે બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આંકડો 109.8 લાખ ટનને વટાવી ગયો

Hemal Vegda

ઓ બાપ રે! આ એકલા બેટ્સમેને જ ટી-20 મેચમાં ફટકારી દીધી બેવડી સદી , 22 છગ્ગા ફટકાર્યા

Hemal Vegda
GSTV