GSTV

ઉત્તર કોરિયામાં વધ્યો ભૂખમરો, તાનાશાહનું વલણ બન્યું ભૂખમરાનું કારણ: મોટી સંખ્યામાં શ્રમિક બેરોજગાર

Last Updated on October 13, 2021 by pratik shah

ભૂખમરાની કગાર પર પહોંચેલા ઉત્તર કોરિયાની ચિંતા યુએનના રિપોર્ટે વધારી છે. કિમ જોંગ ઉનની નીતિના કારણે ઉત્તર કોરિયામાં ભૂખમરાનું સંકટ વધારે ઘેરૂં બન્યું છે.  ઉત્તર કોરિયાના કારખાનામાં કાચો માલ નથી અને કારખાનામાં કામ કરનારા શ્રમિક પણ નથી.

માનવાધિકાર આયોગે ચેતવણી આપી

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે ચેતવણી આપી કે, ઉત્તર કોરિયા ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યુ છે. ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉન દ્વારા લાગુ કરવામાં આવેલા કોવિડ નિયમના કારણે ઉત્તર કોરિયાની સ્થિતી વધારે ખરાબ થઈ. ઉત્તર કોરિયાનું અર્થતંત્ર ધરાશાયી થવાના કારણે મોટી સંખ્યામાં શ્રમિક બેરોજગાર બન્યા છે. આ સાથે પોતાના રિપોર્ટમાં યુએને ઉત્તર કોરિયાને પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ કરવાની અપીલ કરી છે. ઉત્તર કોરિયાએ કોરોનાથી બચવા જાન્યુઆરી, 2020થી પોતાની બોર્ડર સીલ કરી છે. જેના કારણે ઉત્તર કોરિયાએ ચીન સાથે વેપારી પણ સીમિત કર્યો છે. હાલમાં ઉત્તર કોરિયાના કારખાનામાં ન તો કાચો માલ છે ન તો કામ કરનાર શ્રમિક. માલની અછતના કારણે ઉત્તર કોરિયામાં મોટા ભાગના કારખાના બંધ થયા છે.

યુએને ઉત્તર કોરીયાને પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ કરવાની અપીલ કરી

  • અર્થતંત્ર ધરાશાયી થવાના કારણે મોટી સંખ્યામાં શ્રમિક બેરોજગાર બન્યા
  • યુએને ઉત્તર કોરીયાને પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ કરવાની અપીલ કરી
  • ઉત્તર કોરીયાએ કોરોનાથી બચવા જાન્યુઆરી, ૨૦૨૦થી પોતાની બોર્ડર સીલ કરી

ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જોંગ ઉને પણ પોતાના દેશમાં ભૂખમરો હોવાનો સ્વીકાર કર્યો છે. કીમ જોંગ ઉને કહ્યુ હતુ કે, ઉત્તર કોરિયા ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યુ છે અને તેમણે કૃષિ ઉત્પાદન વધારવા અપીલ કરી છે.  માનવાઅધિકાર પર યુએનમાં વિશેષ દૂત ટોમસ આજેઆ ક્વિંટાનાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે, ઉત્તર કોરિયાના નાગરિક જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.  ઉત્તર કોરિયામાં જે સ્થિતીનું નિર્માણ થયુ છે તે માનવીય સ્થિતી માટે ગંભીર સંકટ છે. ઉત્તર કોરિયામાં બાળકો અને વૃદ્ધો સૌથી વધારે ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.

કોરોના

ઉત્તર કોરિયાના અંતરિયાળ વિસ્તારમાં ભૂખમરાની સૌથી ખરાબ સ્થિતિ છે. કેટલાક વિસ્તારમાં ઈંધણ અને માળખાકીય સુવિધાનો અભાવ છે. ઉત્તર કોરિયામાં ચોરીની ઘટના પણ બની રહી છે. જેમા પોલીસ કર્મચારીઓ પણ સામેલ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સરકારની નીતિ અને કિમ જોંગ ઉનની તાનાશાહીના કારણે ઉત્તર કોરિયાની પ્રજા પરેશાન છે.

READ ALSO

Related posts

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય મહિલા સેનાની સરકાર સામે થઈ મોટી જીત, આટલી મહિલાઓને મળ્યું પરમાનેંટ કમિશન

Pravin Makwana

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!