GSTV
Home » News » મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા સંદર્ભે કરાઈ ધરપકડ

મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા સંદર્ભે કરાઈ ધરપકડ

મંગળવારે દેશના અલગ-અલગ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરીને મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા સંદર્ભે કેટલાક માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં ભીમા-કોરેગાંવમાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકો દ્વારા પ્રદર્શન થયું હતું. જેમાં હિંસા થવાના અહેવાલ હતા. માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલે ક્હ્યું છે કે સરકારે અભિવ્યક્તિની આઝાદીની સુરક્ષા કરવી જોઈએ. તો ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વિટ કરીને કહ્યું છે કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ તાત્કાલિક હસ્તક્ષેપ કરે. વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે ફાસીવાદી શક્તિઓ હવે ખુલીને સામે આવી ચુકી છે. લેખિકા અરુંધતિ રોયે પણ કહ્યું છે કે ભીમા-કોરેગાંવ મામલે કરવામાં આવેલી ધરપકડો બંધારણ વિરુદ્ધનો તખ્તાપલટ છે. અરુંધતિ રોયે ટૂંક સમયમાં ઈમરજન્સીના એલાનની ભીતિ પણ વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભારતમાં એક જ એનજીઓ આરએસએસનું સ્થાન છે. નવા ભારતમાં આપનું સ્વાગત છે.

ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં મંગળવારે દેશના ઘણાં વિસ્તારોમાંથી ડાબેરી વિચારધારાના બુદ્ધિજીવીઓની ધરપકડ કરવામાં આવી અને તેમના ઠેકાણાઓ પર દરાડોની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. મંગળવારે થયેલી કાર્યવાહી મામલે વિપક્ષે સરકારને નિશાને લીધી છે. આજે ગૌતમ નવલખા, સુધા ભારદ્વાજ અને વરવરા રાવની કોર્ટમાં પેશી થવાની છે. ગૌતમ નવલખા સાથે જોડાયેલા મામલાની સુનાવણી પહેલા દિલ્હી હાઈકોર્ટે પુણે પોલીસ પાસે એફઆઈઆરની અનુવાદિત નકલ માંગી છે.

દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે બપોરે બે વાગ્યે સુનાવણી થવાની છે. પુણે પોલીસ પાસે FIRની મરાઠી નકલ હતી. બાદમાં કોર્ટે તેનું ભાષાંતર કરવા માટે જણાવ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. કેટલાક અન્ય એક્ટિવિસ્ટોએ ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કથિત ગેરકાયદેસર ગતિવિધિઓના મામલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા નાગરિક અધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખાને નવી દિલ્હીની બહાર સુનાવણી પહેલા બહાર લઈ જવાય નહીં. કોર્ટે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ લગાવવા આવેલા કેટલાક આરોપો હજી સ્પષ્ટ નથી. મહત્વપૂર્ણ છે કે ભીમા કોરગાંવ હિંસા મામલે પુણે પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. દિલ્હી, હરિયાણા અને હૈદરાબાદથી એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ગૌતમ નવલખા, વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ ફરેરિયા અને વરનોન ગોંજાલવેસનો સમાવેશ થાય છે. આ દરોડાની કાર્યવાહી મહારાષ્ટ્ર ગોવા, તેલંગાણા, દિલ્હી અને ઝારખંડમાં કરવામાં આવી છે. પુણે પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડાની કાર્યવાહી કરી હતી.

Related posts

અમેરિકા જતા મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, આ દેશમાં બે કલાક સુધી કર્યું રોકાણ

Arohi

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, બાળકી સહિત ચારના મોત

Arohi

દિલ્હી: ભાજપ કાર્યાલય બહાર આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, આ કારણે મોદી સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!