GSTV
Ajab Gajab Trending

VIDEO/ કોરિયન વ્યક્તિનો બિહારી અવતાર, કડકડાટ હિન્દી સાંભળીને તમને પણ નવાઈ લાગશે

કોઈપણ ભાષા શીખવામાં વર્ષો લાગી જાય છે. જો કે કેટલાક લોકો જલ્દી શીખી જાય છે તો કેટલાક લોકોને ઘણો સમય લાગી જાય છે તેમ છતાં પણ શીખી શકતા નથી. જેમકે ભારતમાં કેટલીક ભાષા બોલવામાં આવે છે, પરંતુ બધા જ લોકો બધી ભાષા બોલી શકતા નથી. એવું જ વિદેશમાં પણ થાય છે. વિદેશી લોકોને સામાન્યરીતે હિન્દી બોલતા આવડતું નથી અને જો બોલવાની કોશિશ કરે તો પણ યોગ્ય રીતે બોલી શકતા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર એકએવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે.

આ વીડિયોમાં એક કોરિયન વ્યક્તિ બિહારી ટોનમાં હિન્દી બોલતો જોવા મળે છે. તેનું હિન્દી સાંભળીને તમને એમ જ લાગશે કે તે કોરિયન નહીં પણ ભારતીય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોરિયન સાથે એક ભારતીય હાજર છે. તે કોરિયન વ્યક્તિને પૂછે છે કે, ‘કેવું લાગી રહ્યું છે મરિન ડ્રાઈવ?’ તેના જવાબમાં કોરિયન વ્યક્તિ બિહારી ટોનમાં કહે છે કે, ‘ખુબ જ બદલાઈ ગયુ છે.’ પછી જણાવે છે કે તે ત્રણ વર્ષ પછી પટના આવ્યો છે અને કહ્યું કે આ જે બ્રિજ બન્યો છેને તે એકદમ ભયંકર બન્યો છે. લાગી રહ્યું છે કે ન્યૂયોર્ક આવી ગયા છે. આ પછી બંને બિહારી ભાષામાં જાતજાતની વાતો કરે છે, જેને સાંભળીને તમે લોટપોટ થઈ જશો.

આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર prashant_lurique નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને જાતજાતની પ્રતિક્રિયાઓ આપી છે.

કોઈ કહી રહ્યું છે કે કોરિયન વ્યક્તિતો છવાઈ ગયો તો કોઈ કહે છે કે, ‘અમારું ઉચ્ચારણ તો ગ્લોબલ થઈ ગયું છે’ તમે સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો જોયા હશે, પરંતુ આવો મજેદાર વીડિયો તમે નહીં જોયો હોય, જેમાં કોઈ વિદેશી આટલું શુદ્ધ હિન્દી બોલતો જોવા મળે.’

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV