GSTV
Gujarat Government Advertisement

ત્રીજું નેત્ર / મોબાઈલમાં મોઢું નાખીને ચાલતા લોકો માટે વિકસાવાઈ ખાસ ત્રીજી આંખ, એક મીટર દૂરથી એલર્ટ કરશે

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

એક સમયે લોકો ચાલતી વખતે રસ્તા પર ધ્યાન રાખતા, હવે મોબાઈલ સ્ક્રીનમાં ધ્યાન હોય છે. માત્ર ચાલતી વખતે નહીં બીજા અનેક કામો વચ્ચે મોઢું તો મોબાઈલમાં જ ખુંપેલું હોય છે. આવા લોકોને ‘સ્માર્ટફોન ઝોમ્બી’ કહેવામાં આવે છે. સ્માર્ટફોન ઝોમ્બીના કારણે અકસ્માતો વધી ગયા છે. એ સમસ્યાનો ઉપાય દક્ષિણ કોરિયાના એક એન્જીનિયરે શોધી કાઢ્યો છે.

પિએંગ મિન વૂક નામના 28 વર્ષિય ડિઝાઈનરે એક ત્રીજી આંખ જેવુ ગેજેટ તૈયાર કર્યું છે. આ ગેજેટને તેણે ધ થર્ડ આઈ નામ આપ્યું છે. કેમ કે એ ગેજેટ શંકર ભગવાનની ત્રીજી આંખની માફક કપાળમાં જ પહેરવાની છે. એ પહેરનારને દૃષ્ટિ નહીં આપે પરંતુ અથડાતા પહેલા એલર્ટ કરશે.

અત્યારની આધુનિક કારમાં ખાસ પ્રકારનું સેન્સર હોય છે. પાર્કિંગ વખતે કે ગાડી રિવર્સ લેતી વખતે કોઈ ચીજ-વસ્તુ કે અન્ય ગાડીની નજીક પહોંચે ત્યારે એ સેન્સર બીપ બીપ.. કરીને ડ્રાઈવરને એલર્ટ કરે છે. આ જ સિદ્ધાંતને અનુસરની મિન વૂકે થર્ડ આઈ તૈયાર કરી છે.

કપાળમાં આ રોબોટિક આઈ લટકાવી દીધા પછી મોબાઈલમાં મોઢું નાખીને ચાલી જતી વ્યક્તિ કોઈ અવરોધની એક કે બે મીટર નજીક પહોંચે એટલે આઈનું સેન્સર ચાલનારને એલર્ટ કરે છે. જેથી ચાલનાર વ્યક્તિને સમજી શકે કે સામે કોઈ આવે છે અથવા થાંભલો છે અથવા કોઈ બાંધકામ કે અન્ય અવરોધ છે. તેની સામે ભટકાતા અટકી શકાય.

ચાલનાર વ્યક્તિ રસ્તા પરથી આડા-અવળો ભટકવા માંડશે ત્યારે સેન્સર એલર્ટ કરશે

મિન વૂકે આ સંશોધન માટે બે પ્રકારના સેન્સરનો ઉપયોગ કર્યો છે, જાયરો સેન્સર ચાલનાર વ્યક્તિ રસ્તા પરથી આડા-અવળો ભટકવા માંડશે ત્યારે એલર્ટ કરશે. જ્યારે અલ્ટ્રાસોનિક સેન્સર સામે આવી રહેલા અવરોધ સુધીનું અંતર માપીને એલર્ટ કરશે. આ થર્ડ આઈ ચલાવવા માટે બેટરીની જરૂર પડશે.

મિન વૂકે સમાચાર સંસ્થા રોઈટર્સને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘જે લોકો ચાલતી વખતે પણ જે લોકો મોબાઈલમાંથી મોઢું બહાર કાઢી શકે એમ નથી, તેમના માટે મે આ સંશોધન કર્યું છે. અવરોધ એક કે બે મીટર નજીક આવશે ત્યારે આ થર્ડ આઈ બીપ બીપ દ્વારા એલર્ટ કરશે.’

જોકે મિન વૂકે કહ્યુ હતું કે મારુ આ સંશોધન હકીકતે કટાક્ષ છે. હું નથી ઈચ્છતો કે લોકો સતત મોબાઈલમય રહી થર્ડ-આઈ વાપરે. તેના બદલે ચાલતી વખતે મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરે એવો મારો ઈરાદો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાની સારવાર માટે SBI આપી રહી છે 5 લાખ રૂપિયાની લોન! કેવી રીતે મળશે આ સુવિધા, જાણો તેના વિશે ડિટેલમાં

Zainul Ansari

મોરબીના હળવદમાં ફૂડ પોઈઝનિંગના બનાવો વધ્યા, માત્ર એક અઠવાડિયામાં 140થી વધુ કેસ નોંધાયા

pratik shah

કામની વાત/ FD પર સરળતાથી લઇ શકો છો લોન, 90 ટકા સુધી મળે છે પૈસા, પર્સનલ લોન કરતાં પણ ઓછુ વ્યાજ ચુકવવુ પડશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!