ભારતની બેડમિન્ટન સ્ટાર વર્લ્ડ નંબર-4 ખેલાડી પીવી સિંધુ કોરિયા સુપર સિરીઝની સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. સિંધુએ વર્લ્ડ નંબર-19 જાપાની શટલર મિન્ત્સુ મિતાલીને 21-19, 16-21, 21- 10 થી હાર આપી હતી.
જ્યારે પુરુષ વર્ગમાં સમીર વર્માનો પડકાર ક્વાર્ટર ફાઇનલમાં પૂરો થયો હતો. તે વર્લ્ડ નંબર-1 કોરિયાના સોન વોન સામે હાર્યો હતો. વર્લ્ડ નંબર-26 સમીરને સોન વોન સામે 22-20, 10-21, 13-21 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

આમ, આ ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સમાં ભારતીય પડકાર સમાપ્ત થવાની સાથે જ ભારતની તમામ આશાઓ પીવી સિંધુ પર મંડાયેલી છે. શાનદાર લયમાં જોવા મળતી સિંધુ હવે ફાઇનલમાં પહોંચવા માટે પૂરજોશમાં પ્રયાસ કરશે.