સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ કોરિયા ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. સાઈના નેહવાલે ગુરૂવારે વિમેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાની કિમ ગા ઉનને પરાજય આપ્યો હતો. સાઈના નેહવાલે કોરિયાની કિમ ગા ઉનને 21-18, 21-18થી હરાવી હતી અને અંતિમ-8માં પ્રવેશ કર્યો હતો.

પ્રથમ હાફમાં સાઈના નેહવાલે સહેલાઈથી કિમ ગા ઉન પર પોતાનું દબાણ બનાવી 16-13 પ્રાપ્ત કર્યો હતો. જોકે, દક્ષિણ કોરિયાની પ્લેયરે સારું પ્રદર્શન બતાવી પોઈન્ટ ભેગા કરી ભારતીય બેડમિન્ટન પ્લેયર સાઈના નહેવાલ વિરુદ્ધ પોતાનો સ્કોર 18-20 કર્યો હતો. સાઈના નેહવાલે શાનદાર વાપસી કરીને ગેમ પોઈન્ટ પ્રાપ્ત કરી પ્રથમ ગેમ કિમ ગા ઉનની વિરુદ્ધ કરી પોતાના નામે કર્યો હતો.

વર્લ્ડ નંબર-10 સાઈના નેહવાલે બીજા રાઉન્ડની ગેમ જીતવા માટે વધારે પરિશ્રમ કરવો પડ્યો ન હતો. તેમણે કોરિયન પ્લેયર કિમ ગા ઉનને ફક્ત 37 મિનિટોમાં કારમી હાર આપી. સાઈના નેહવાલ અને ઈયુન કિમની આ બીજી મેચ હતી અને બંને વખતે ભારતીય ખેલાડીઓએ જીત નોંધાવી હતી. હવે સાઈના નેહવાલનો મુકાબલો જાપાનની નોજોમી ઓકુહારા અને તાઈવાનની યિપ પુઈ યિનના વિજેતા ખેલાડી સાથે થશે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ ટૂંક સમયમાં જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર સાઈના નેહવાલ અને બેડમિન્ટન ખેલાડી પી કશ્યપ ચાલુ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter