GSTV
Auto & Tech Trending

ચૂંટણી પહેલા સાવધાની : સોશિયલ મીડિયા સાઈટ્સ Kooએ અપનાવી સ્વૈચ્છીક આચાર સહિંતા, નહીં કરી શકાય હાનિકારક સામગ્રી પોસ્ટ

કૂ

ચૂંટણી વખતે સોશિયલ મીડિયાનો ભારે દુરુપયોગ થતો હોય છે. ખોટી માહિતી ફેલાવવી, જ્ઞાતિવાદ કે હિંસાને પ્રોત્સાહન આપે એવી પોસ્ટ મુકવી, કોઈને ટ્રોલ કરવા વગેરે ગરબડ થતી હોય છે. આવુ કરનારા બધા યુઝર્સને અટકાવી શકાતા નથી. એ માટે સોશિયલ મીડિયા કંપનીઓએ સક્રિયતા દાખવવી પડે. ભારતમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. એ પહેલા ઈન્ડિયન સોશિયલ મીડિયા સાઈટ Kooએ સ્વૈચ્છીક આચાર સહિંતા અપનાવી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) 2019માં જ એક આચાર સહિંતા (Voluntary Code of Ethics)ની રચના કરી હતી. આ આચાર સહિંતા અપનાવીને સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની રીતે જ પ્લેટફોર્મનો દુરુપયોગ થતો અટકાવી શકે છે. કૂએ એ પહેલ કરી દીધી છે. આ આચાર સહિંતા અપનાવવાથી પ્લેટફોર્મની જવાબદારી વધી જાય છે. આ આચાર સહિંતા હેઠળ કૂ ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત નિયમોનુ અપમાન થતુ હશે તો તેની માહિતી પંચને આપશે. સાથે સાથે યુઝર્સની અભિવ્યક્તિની આઝાદી પુરેપુરી જળવાય તેનું પણ ધ્યાન રાખશે. જરૃર પડશે ત્યાં એપ દ્વારા યુઝર્સને જરૃરી માહિતી પણ આપવામાં આવશે.
અમેરિકાની ચૂંટણી ઉપરાંત અનેક ચૂંટણીમાં ફેસબૂક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભારે દુરુપયોગ થયાના કિસ્સા નોંધાયા છે. એ પછી વિવિધ કંપનીઓ ફેક પોસ્ટ શોધવી, હાનિકારક પોસ્ટ ફેલાતી અટકાવવી, ફોરવર્ડ મેસેજ પર નિયંત્રણો મુકવા વગેરે નિયમો અપનાવ્યા છે. ભારત સરકારના આદેશ પછી પરદેશી સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ નિવારણ સેલની પણ સ્થાપના કરી છે. ટ્વિટરે શરૃઆતમાં ભારે આના-કાની કર્યા પછી આવો સેલ શરૃ કર્યો છે, જેમાં ટ્વિટર પરની વાંધાજનક પોસ્ટની ફરિયાદ કરી શકાય છે.

koo

કૂ દ્વારા પહેલેથી જ ફરિયાદ નિવારણ સેલ શરૃ કરી દેવાયો છે. વધુમાં અપમાનજનક, દ્વેશપૂર્ણ, સમાજની શાંતિને નુકસાન કરનારી વિગતો પોસ્ટમાં ન મુકાય એ માટે સતર્કતા દાખવાઈ છે. કૂએ ટ્વિટરનો ભારતીય વિકલ્પ છે. ભારતમાં ધીમે ધીમે તેના વપરાશકારો વધી રહ્યા છે. કૂ(Koo) એપના 2 કરોડથી વધારે વપરાશકારો છે. કૂ(Koo) એપ માર્ચ 2020 માં ભારતીયોને તેમની માતૃભાષામાં ઑનલાઇન અભિવ્યક્ત કરવામાં સક્ષમ બનાવવા માટે બહુભાષી, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. કૂ(Koo) એપના સ્માર્ટ ફીચર્સ હાલમાં 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે – હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, કન્નડ, તમિલ, તેલુગુ, આસામી, બંગાળી અને અંગ્રેજી.

કૂ(Koo)ના સહ-સ્થાપક અને CEO અપ્રેમ્યા રાધાકૃષ્ણાએ કહ્યું, “આજે, સોશિયલ મીડિયા લોકોના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે લોકોને ચૂંટણી પ્રક્રિયા વિશે શિક્ષિત કરવા તેમજ તેમના નિર્ણય લેવામાં પ્રભાવિત કરવામાં નિમિત્ત બની શકે છે. એક નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે, કૂ(Koo) IAMAI દ્વારા નિર્મિત સ્વૈચ્છિક નૈતિક સંહિતાના પત્ર અને ભાવનાને સમર્પિત છે; અને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીને સક્ષમ કરવા માટે કામ કરશે, જે કોઈપણ લોકશાહીની ઓળખ છે. અમારી સર્વશ્રેષ્ઠ અનુપાલન અને ફરિયાદ નિવારણ પદ્ધતિ યુઝર્સને તેમના વિચારો વ્યક્ત કરવા અને તેમના સમુદાયો સાથે તેમની પસંદગીની ભાષામાં જોડાવા માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ પ્રદાન કરશે. કૂ(Koo) એપ અમારા યુઝર્સને સુરક્ષિત અને વ્યાપક ભાષાનો અનુભવ પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને કાર્યક્ષમ ઉકેલોને ઓળખવાનો પ્રયાસ કરે છે.”

Related posts

પહેલા બાંધ્યા હાથપગ, મોંઢામાં ઘાલી દીધું કપડું… સાસુને મારવાના કાવતરું ઘડનાર વહુનો આ રીતે થયો પર્દાફાસ

HARSHAD PATEL

જયારે નરેન્દ્ર મોદીને એક વ્યક્તિએ ‘તું’ કહી સંબોધ્યું, પછી માંગી માફી તો મળ્યો આવો જવાબ

Damini Patel

ઈન્ડોપેસિફિક ઈકોનોમિક ફોરમ રચીને અમેરિકાએ ચીનને અલગ-અલગ કર્યું

Binas Saiyed
GSTV