GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં આ નેતાને ઝેડ પ્લસ સિક્યોરિટી અપાતાં તૃણમૂલમાં ડખા, મમતાએ ચૂપકીદી સાધી

Corona

Last Updated on February 18, 2020 by Arohi

ચૂંટણી વ્યૂહ ઘડવામાં ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરને પશ્ચિમ બંગાળ પોલીસે ઝેડ લેવલની સિક્યોરિટી આપતાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓમાં નારાજી ફેલાઇ હોવાની માહિતી મળી હતી.

જો કે તૃણમૂલ કોંગ્રેસના મોવડી મંડળ અને મમતા બેનરજી આ મુદ્દે મોં સીવીને બેઠાં છે. પરંતુ પક્ષમાં અંદર અંદર ગુસપુસ શરૂ થઇ ગઇ હતી કે પ્રશાંત કિશોર એવો તે કેવો ટોચનો નેતા છે અને એને અહીં પશ્ચિમ બંગાળમાં કોનો ડર છે કે એને ઝેડ લેવલની સુરક્ષા આપવી પડે.

હાલ પ્રશાંત કિશોર બિહારના શરદ યાદવ અને કનૈયા સાથે બિહારની આવી રહેલી ચૂંટણીની મિટિંગ્સ કરી રહ્યા છે. સોમવારે પ્રશાંત કિશોર પટણામાં હતા. સાથોસાથ એની નજર વેસ્ટ બેંગાલ પર પણ છે. 2021માં બંગાળ વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ પહેલાં પ્રશાંત કિશોર મમતા બેનરજી સાથે હાથ મિલાવી લે અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ જાય એવી શક્યતા છે એમ રાજકીય પંડિતો માને છે.

પ્રશાંત કિશોર પવન જોઇને સઢ ફેરવવામાં ઉસ્તાદ છે. ક્યારે કોની સાથે હાથ મિલાવવો એ પ્રશાંત બરાબર જાણે છે. એની ગતિવિધિ પર ભાજપના ચાણક્ય મનાતા અમિત શાહની પણ બાજનજર છે કે પ્રશાંત ક્યારે ક્યાં જાય છે અને કોને મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!