GSTV

ગજબ! હવે હરતા ફરતા લઈ શકાશે ઓક્સિજન, ભારતના વૈજ્ઞાનિકે બનાવ્યું ખિસ્સામાં લઈ ફરી શકાય તેવું પોર્ટેબલ વેન્ટિલેટર

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટરો ખુટી પડ્યા હતા અને તેના કારણે પણ સેંકડો લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. હવે કોલકાતાના એક વૈજ્ઞાનિક રામેન્દ્ર લાલ મુખરજીએ એક વિશેષ પ્રકારની શોધ કરી છે. તેમણે ઓક્સિજનની જરુરિયાતવાળા દર્દીઓ માટે એક પોર્ટેબલ વેન્ટિલેટર તૈયાર કર્યું છે. જેનું વજન માત્ર 250 ગ્રામ છે. બેટરીથી ચાલતા આ વેન્ટિલેટરનો ઉપયોગ દરેક વયના લોકો કરી શકે છે. ખાસ વાત એ છે કે, તેની બેટરની મોબાઈલ ચાર્જરથી પણ ચાર્જ કરી શકાય છે અને ચાર્જ કર્યા બાદ આઠ કલાક સુધી વેન્ટિલેટર ચાલે છે.

ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહ્યાં હતાં તે જોઈને આઈડિયા આવ્યો

મુખરજી કહે છે કે, કોવિડની બીજી લહેરમાં મને કોરોના થઈ ગયો હતો અને ઓક્સિજનની સખત જરુર પડી હતી. મારી જેમ બીજા લોકો ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહ્યા હતા તે જોઈને વેન્ટિલેટર તૈયાર કરવાનો આઈડિયા આવ્યો હતો. કોરોનાથી સાજા થયા બાદ મેં તેના પર કામ શરુ કર્યું હતું અને 20 દિવસની મહેનત બાદ પોકેટ વેન્ટિલેટર બનાવવામાં સફળતા મળી છે.

ન્યૂઝ એજન્સીને તેમણે કહ્યું હતું કે, આ ડિવાઈસમાં બે પાર્ટસ છે. એક પાવર યુનિટ અને બીજુ યુનિટ માઉથપીસ સાથે જોડાયેલું છે. એક વખત બટન દબાવીને પાવર ઓન કરવામાં આવે એટલે વેન્ટિલેટર બહારની હવા ખેંચીને હવા શુધ્ધ કરવાના ચેમ્બરમાંથી પસાર કરે છે અને આ શુધ્ધ હવા માઉથપીસ સુધી પહોંચે છે. હવા શુધ્ધ કરવા માટે ડિવાઈસમાં યુવી ચેમ્બર મુકી છે. તેમાં એક કંટ્રોલર પણ છે. જે ઓક્સિજનની જરુરિયાત પ્રમાણે વેન્ટિલેટરને ચલાવે છે.

તેમનુ માનવુ છે કે, વેન્ટિલેટર કોરોનાના દર્દીઓ ઉપરાંત અસ્થમા અને શ્વાસને લગતી બીજી બીમારીઓથી પિડાતા લોકો માટે પણ ઉપયોગી સાબિત થશે.તેનાથી ઘણાના જીવ બચી શકશે. મુખરજીનો દાવો છે કે, પોકેટ વેન્ટિલેટર માટે સંખ્યાબંધ અમેરિકન કંપનીઓએ પણ તેનો સંપર્ક કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!