GSTV

ચીટફંડના સૌથી મોટા કૌભાંડીઓએ કેસરિયો ધારણ કરતાં મળી ગઈ રાહત, નેતાઓ પર મોદીના ચારહાથ

Last Updated on February 5, 2019 by Bansari

2014માં સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર મુકુલ રોય અને હેમંત બિસ્વા શર્મા વિરુદ્ધ સીબીઆઈની તપાસ તેજ થઈ હતી. મુકુલ રોયની સીબીઆઈ દ્વારા 30 જાન્યુઆરી 2015માં સઘન પૂછપરછ થઈ હતી. શારદા ચિટફંડ ગોટાળામાં મુકુલ રોય ઉપર કંપનીના ચેરમેન સુદિપ્ત સેન સાથે મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો. આ દરમિયાન, સીબીઆઈ દ્વારા સેનના ડ્રાઈવરનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું હતું કે, કોલકાતામાં સેનને ભગાડવામાં રોય દ્વારા કથિત મદદ આપવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમાર વિરુદ્ધ શારદા ચિટફંડ ગોટાળામાં સીપીઆઈની કાર્યવાહીના પગલાને કારણે રાજકીય તાપમાન વધી ગયું. જ્યારે બીજી તરફ કેટલાક આશ્ચર્યજનક ઉદાહરણ પણ જોવા મળે છે. જેમાં આરોપીઓ જેવો બીજેપીનો કેસરીયો ધારણ કર્યો કે તરત જ તેમના પ્રતિ તપાસનો દોર ઢીલો થઈ ગયો. મુકુલ રોય અને અસામના મંત્રી હેમંત બિસ્વા શર્માએ જેવો બીજેપીનો કેસરીયો ધારણ કર્યો કે તેમને તપાસમાં રાહત મળી ગઈ. કથિત ગોટાળામાં બિસ્વાના ઘર ઉપર દરોડા પણ પડ્યા હતા પણ આરોપનામામાંથી હવે તેમનું નામ અદ્રશ્ય થઈ ગયું.

2014 સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મુકુલ રોય તેમજ હેમંત બિસ્વા શર્મા વિરુદ્ધ સીબીઆઈની તપાસમાં ખાસ્સો વેગ આવ્યો હતો. 30 જાન્યુઆરી 2015માં રોયની સીબીઆઈ દ્વારા પૂછપરછ પણ થઈ હતી. શારદા ચિટ-ફંડ ગોટાળામાં મુકુલ રોય પર કંપનીના ચેરમેન સુદીપ્ત સેનની સાથે મિલીભગતનો સંગીન આરોપ હતો.

આ આખાય ઘટનાક્રમમાં 2015માં સીબીઆઈ દ્વારા સકંજો કસવામાં  આવ્યો હતો. સીબીઆઈ દ્વારા ટીએમસીના સાંસદ કુણાલ ઘોષના આરોપોને ધ્યાનમાં રકી મુકુલ રોયને પૂછપરછ માટે બોલાવ્યા હતા. હકીકતે, 2013માં શારદા ગ્રુપની ફરિયાદ પછી ઘોષની ધરપકડ પણ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારીઓને પગારનું ચૂકવણું ન કર્યા પછી ઘોષ ઉપર દગાખોરી, ચોરી તેમજ અપરાધિક કાવતરું રચવાનો સંગીન આરોપ લગાવવામાં આવ્યો હતો.

ધ્યાનાકર્ષક વાત એ છે કે તેમની ધરપકડના એક જ કલાકની અંદર ઘોષ દ્વારા 12 વ્યક્તિઓના નામ લેવામાં આવ્યા હતા જેમાં મુકુલ રોયનું પણ એક નામ હતું. પણ, 3 નવેમ્બર 2017 મુકુલ રોય બીજેપીમાં ભળી ગયા. જ્યાં સુધી હેમંત બિસ્વા શર્માની વાત છે ત્યાં સુધી સીબીઆઈએ તેમને 26 નબેમ્બર 2014 પૂછતાછ માટે બોલાવ્યા હતા. આ પૂછપરછના બરાબર એક મહિના પછી ગુવહાટી સ્થિત તેમની પત્નીની ન્યૂઝ ચેનલ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

આરોપ અનુસાર શર્મા પર શારદા કંપની દ્વારા દર મહિને રૂ. 20 લાખની મોટી રકમ લેવાનો આરોપ લાગ્યો. પણ, તપાસ એજંસીએ શર્મા વિરુદ્ધ કોઈ ચાર્જશીટ દાખલ નથી કરી. 28 ઓગષ્ટ 2015માં બીજેપીમાં તેમના દાખલ થવાથી આજ સુધી એક પણ તપાસમાં તેમને બોલાવવામાં નથી આવ્યા.

Read Also

Related posts

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!