GSTV
Home » News » CBI કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સતત ચોથા દિવસે કરશે પૂછપરછ

CBI કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સતત ચોથા દિવસે કરશે પૂછપરછ

સીબીઆઈએ કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સતત ચોથા દિવસે પૂછપરછ કરશે. બે હજાર  કરોડના ચિટ કૌભાંડ મામલે સીબીઆઈ રાજીવકુમારની પૂછપરછ કરી રહી છે. તેમની સાથે ટીએમસી નેતા કૃણાલ ઘોષની પણ શિલોંગમાં સોમવારે પૂછપરછ કરવામાં આવી. ત્રણ દિવસથી શિલોંગમાં રાજીવ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચીટ ફંડ કેસ મામલે સીબીઆઈની રડારમાં ટીએમસીના પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ પણ આવ્યા છે.

કૃણાલ ઘોષેનો સીબીઆઈ નાર્કો ટેસ્ટ પણ કરાવી શકે છે. શારદા ચીટ ફંડમાં મમતા બેનર્જીના પૂર્વ સાથી અને ભાજપના નેતા મુકુલ રોય સહિત 11 શખ્સોના નામ લીધા હતા. જેથી સીબીઆઈ કૃણાલ ઘોષની પૂછપરછ કરવામાં આવી. સીબીઆઈએ રાજીવ કુમારના નિવાસ સ્થાને દરોડા પાડતા સમગ્ર વિવાદ સામે આવ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજીવ કુમારની પૂછપરછ મેઘાલયની રાજધાની શિલોંગમાં કરવામાં આવી રહી છે.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

પાકિસ્તાનીયો પાસે દાળ ખાવાના પણ પૈસા નથી, અને યુદ્ધની શેખી મારે છે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!