GSTV

આજે સીબીઆઈ કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શારદા ચીટ ફંડ મામલે કરશે પૂછપરછ

કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈ આજે પૂછપરછ કરશે. જેના માટે રાજીવ કુમાર શનિવારે મેઘાલયની રાજધાની શિલોંગ પહોંચ્યા હતા.સીબીઆઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજીવ કુમારની એક અજાણ્યા સ્થળે સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. રાજીવ કુમાર સાથે અન્ય ત્રણ આઈ પીએસ અધિકારીઓ પણ શિલોંગ પહોંચ્યા છે. સીબીઆઈનો આરોપ છે કે, શારદા ચીટ ફંડમાં એસઆઈટીની આગેવાની કરી રહેલા રાજીવ કુમારે કેટલાક પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. જેથી તેમની પૂછપરછ કરવી જરૂરી છે. આ મામલે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને શિંલોગમાં રાજીવ કુમારની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.

રોજવેલી અને શારદા ચીટફંડ કૌભાંડ મામલે કોલકતામાં પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે પહોંચેલી સીબીઆઇની ટીમના પાંચ અધિકારીઓની પોલીસે અટકાયત કરી હતી. જો કે બાદમાં સીબીઆઇના અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા. કોલકતા પોલીસ કમિશનર સામે સીબીઆઇની કાર્યવાહી બાદ મમતા બેનર્જીએ મોદી સરકાર સામે સીધો જંગ છેડી દીધો હતા અને  મમતા બેનર્જીએ કોલકતામાં મેટ્રો ચેનલ સામે ધરણા શરૂ કર્યા હતા. જેમાં રાજ્ય સરકારનો પ્રધાનો, તેમજ ટીએમસીના નેતા પણ સામેલ થયા હતા.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!