GSTV
Home » News » કોલકાતાની જીતમાં રસેલ ચમક્યા, હૈદ્રાબાદ 6 વિકેટથી હાર્યુ

કોલકાતાની જીતમાં રસેલ ચમક્યા, હૈદ્રાબાદ 6 વિકેટથી હાર્યુ

Andre Russell

આઈપીએલની 12મી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે જીત સાથે શરૂઆત કરી છે. કોલકાતાએ રવિવારે ઈડન ગાર્ડનમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદને પરાજય આપીને 6 વિકેટથી વિજય નોંધાવ્યો છે. આઈપીએલ 12માં કોલકાતા નાઈટ રાઈડર્સની આ પ્રથમ જીત છે. પ્રથમ બેટિંગ કરીને સનરાઈઝર્સ હૈદ્રાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યાં હતાં અને કોલકાતા નાઈટ રાઈડર્સને 182 રન બનાવવાનું લક્ષ્યાંક આપ્યું હતું.

સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી પ્રતિબંધ બાદ વાપસી કરનારા ડેવિડ વૉર્નરે 53 બોલમાં 85 રનની ધમાકેદાર વાપસી કરી હતી, જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરમાં આંદ્રે રસેલે 2 વિકેટ, પિયુષ ચાવલાએ 1 વિકેટ પ્રાપ્ત કરી હતી.

સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે વૉર્નર સિવાય જૉની બેયરસ્ટોએ 39 અને વિજય શંકરે 40 રનની ઈનિંગ રમી હતી. હૈદ્રાબાદના 182 રનના લક્ષ્યના જવાબમાં કોલકાતાની ટીમે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 183 રન કરીને આ મેચમાં વિજય નોંધાવ્યો. કોલકાતા તરફથી નીતિશ રાણાએ 68 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય રોબિન ઉથપ્પાએ 35 અને આંદ્રે રસેલે 19 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 49 રન બનાવી ટીમને વિજય તરફ લઇ ગયા હતાં. તેમ છતાં રસેલ અણનમ રહ્યા હતાં.

15 ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 114-3

15 ઓવર બાદ: કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 114 રન પર 3 વિકેટ હતી.

READ ALSO


Related posts

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena

નોકરી બદલતી વખતે તરત જ PFની રકમ ઉપાડવી જોઇએ નહીં, જાણી લો ફાયદામાં રહેશો

Bansari

KKR Vs RCB આજે મુકાબલો, વિરાટની ટીમ હારશે તો પ્લેઓફની દોડમાંથી બહાર

Arohi