GSTV

કોલકાતાએ દિલ્હીને આપ્યો 186 રનનો લક્ષ્યાંક, રસેલ-કાર્તિકની અર્ધસદી

Last Updated on March 30, 2019 by

દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર આઈપીએલ 12ની સિઝનનો 10મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સૌથી વધુ આંદ્રે રસેલે 62 રન કર્યા છે, જ્યારે કેપ્ટન દિનેશ કાર્તિકે 50 રન કરી અર્ધસદી ફટકારી છે. તો દિલ્હી કેપિટલ્સના બોલર તરફથી હર્ષદ પટેલે 2 જ્યારે કગિસો રબાડા, સંદીપ લામીછાને, ક્રિસ મોરિસ અને અમિત મિશ્રાએ 1 વિકેટ લીધી હતી.

ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરનારી કોલકાતાની ટીમે દિલ્હી કેપિટલ્સની સામે 186 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. કોલકાતાની પ્રારંભિક શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. અંદાજે 7 ઓવરમાં કોલકાતાની 3 વિકેટ પડી હતી. ટીમને ચોથો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે નિખિલ નાઈક 7 રન બનાવીને LBW થયો.

રૉબિન ઉથપ્પા 11 રન બનાવી હર્ષદ પટેલનો શિકાર બન્યાં. ત્યારબાદ કગિસો રબાડાની બોલિંગમાં પંતે કેચ કરતા ક્રિસ લેન 18 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ નવા બેટ્સમેન નીતીશ રાણા પણ 1 રન બનાવીને આઉટ થયા. 10મી ઓવરની પ્રથમ બોલમાં શુભમન ગિલ પણ 4 રન બનાવીને આઉટ થયો.

જોકે, 5 વિકેટ પડ્યા બાદ રસેલ અને કાર્તિકે કોલકાતાની ઈનિંગને સંભાળી અને કોલકાતાને 185 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ 18મી ઓવરમાં રસેલની વિકેટ પડી. તેમણે 28 બોલમાં 62 રનની ધમાકેદાર ઈનિંગ રમી છે. આ દરમ્યાન તેમણે 4 ચોગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. દિનેશ કાર્તિક પણ 19મી ઓવરમાં આઉટ થયાં. તેમણે 36 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 50 રનની તોફાની ઈનિંગ રમીને અર્ધસદી ફટકારી. આ સિવાય પીયૂષ ચાવલાએ 11 અને કુલદીપ યાદવે 10 રન બનાવ્યાં.

દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે IPL 12ની સિઝનમાં 10મો મુકાબલો દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર રમાઈ રહ્યો છે. દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને કોલકાતાની ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું.

પ્લેઈંગ ઈલેવન:

કોલકાતા: ક્રિસ લેન, નીતિશ રાણા, રૉબિન ઉથપ્પા, નિખિલ નાઈક, દિનેશ કાર્તિક (કેપ્ટન), શુભમન ગિલ, આંદ્રે રસેલ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, લૉકી ફર્ગ્યૂસન, પ્રસિદ્ધ કૃષ્ણ.

દિલ્હી: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શૉ, રિષબ પંત, કૉલિન ઈનગ્રામ, ક્રિસ મૉરિસ, હર્ષલ પટેલ, સંદીપ લામીછાને, કગિસો રબાડા, અમિત મિશ્રા, હનુમા વિહારી.

Related posts

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari

SBI ગ્રાહકો ધ્યાન આપો: આ રીતે ચેક કરો બેંકનો મેસેજ અસલી છે કે નકલી, ક્યાંક તમારી સાથે પણ એ ન થાય જે ‘આનંદીલાલ કારપિટીયા’ સાથે થયું

Pritesh Mehta

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!