GSTV
Home » News » IPL 2019: કોલકાતાએ કિંગ્સ ઈલેવનને 219 રનનો લક્ષ્યાંક આપ્યો

IPL 2019: કોલકાતાએ કિંગ્સ ઈલેવનને 219 રનનો લક્ષ્યાંક આપ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)ની વચ્ચે આઈપીએલ 12નો મુકાબલો ઐતિહાસિક ઈડન ગાર્ડનના મેદાન પર રમાઈ રહ્યો છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરનારી કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યાં અને કિંગ્સ ઈલેવન પંજાબને 219 રનનો ટાર્ગેટ આપ્યો.

કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી નીતિશ રાણાએ 34 બોલમાં 63 રન બનાવ્યાં. રાણાએ પોતાની 34 બોલની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. રોબિન ઉથપ્પાએ સૌથી વધુ 50 બોલમાં 67 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ સિવાય આંદ્રે રસેલે 48 રન બનાવ્યાં. કિંગ્સ ઈલેવન પંજાબના બોલરમાં એન્ડ્ર્યૂ ટાય, મોહમ્મદ શમી, હાર્ડસ વિલ્ઝોન અને વરૂણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી.

કોલકાતાએ પોતાની પ્રથમ વિકેટ ક્રિસ લેનના રૂપમાં ગુમાવી, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની બોલિંગમાં ડેવિડ મિલરે કેચ કરતા ક્રિસ લેન આઉટ થયાં. ક્રિસ લેન 10 રન બનાવીને આઉટ થયાં. તેમણે પોતાની ઈનિંગમાં 2 ચોગ્ગા લગાવ્યાં.

ક્રિસ લેન બાદ સુનીલ નરેન પણ પેવેલિયન પરત ફર્યા, જ્યારે હાર્ડસ વિલ્ઝોનની બોલિંગમાં કેએલ રાહુલે કેચ કરતા નરેન ફક્ત 24 રન બનાવીને આઉટ થયાં. તેમણે પોતાની ઈનિંગમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા. તો ટીમમાં સૌથી વધુ રોબિન ઉથપ્પા અણનમ રહીને 50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 67 રન બનાવ્યાં.

જ્યારે નીતિશ રાણેએ 34 બોલમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યાં. તો રસેલે 48 રન બનાવ્યાં. જ્યારે કેપ્ટન દિનેશ કાર્તિક ફક્ત 1 રન બનાવી અણનમ રહ્યાં હતાં.

READ ALSO

Related posts

OOPS મોમેન્ટની શિકાર થઈ નેહા કક્કડ, સ્ટેજ પર કરી રહી હતી ડાંસ અને પછી…

Kaushik Bavishi

જ્યારે આ અધિકારીનું સાડા 6 કલાકમાં 6 વાર ટ્રાન્સફર થયુ હતુ ત્યારે…

Kaushik Bavishi

રાજનીતિના સવાલ પર રિતેશ દેશમુખનો જવાબ, કહ્યું- ‘આખી જીંદગી પાવર જોયો છે…’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!